HDFC મ્યુચ્યુઅલ ફંડે સ્માર્ટ બેટા ઈટીએફ ફંડ લોન્ચ કર્યા
મુંબઈઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિ.એ NIFTY100 Quality 30 ETF, NIFTY50 Value 20 ETF,અને NIFTY Growth Sectors 15 ETF લોન્ચ કર્યા છે. એચડીએફસી એમએફ ઈન્ડેક્સ સોલ્યુશન્સના પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં ફંડ હાઉસે સ્માર્ટ બેટા ઈટીએફ લોન્ચ કર્યું છે. સ્માર્ટ બીટા રોકાણમાં NSE ઈન્ડેક્સ લિમિટેડ દ્વારા અંતર્ગત ઈન્ડેક્સ પદ્ધતિમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ પૂર્વ-નિર્ધારિત પરિબળોના આધારે સ્ટોકની પસંદગી તેમજ વેઈટેજ આપવામાં આવે છે. આ રોકાણ વ્યૂહરચનાઓ બ્રોડ માર્કેટ કેપ વેઈટેડ ઈન્ડેક્સ કરતાં વધુ સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આપે છે. સ્માર્ટ બીટા ETF અંતર્ગત ઈન્ડેક્સ – NIFTY100 ક્વોલિટી30 TRI, NIFTY50 વેલ્યૂ20 TRI અને NIFTY ગ્રોથ સેક્ટર્સ 15 TRI નિફ્ટી 100 અને નિફ્ટી 50 કરતાં સરેરાશ વધુ રિટર્ન આપે છે. લોન્ચિંગ દરમિયાન HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO નવનીત મુનોતે જણાવ્યું હતું કે, “ AUM સતત વધવા સાથે સ્માર્ટ બીટા રોકાણ વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે. એચડીએફસી એએમસીએ રોકાણકારો માટે ઇન્ડેક્સ સોલ્યુશન ઑફર કરે છે. સ્માર્ટ બીટા ઇટીએફ ઓછા ખર્ચે પોર્ટફોલિયોના વન-શોટ ડાયવર્સિફિકેશનની સુવિધા આપે છે. અને લાંબા ગાળા માટે રિટર્ન મેળવવા માંગતા રોકાણકારો માટે શ્રેષ્ઠ સાધન છે. ફંડ હાઉસ પાસે પેસિવ ફંડ્સના સંચાલનનો 20 વર્ષનો બહોળો અનુભવ છે.
રોકાણકારો વ્યક્તિગત પસંદગીઓના આધારે તેમના રોકાણમાં વિવિધતા લાવવાનું વિચારી શકે છે, કારણ કે વિવિધ પરિબળોનું પ્રદર્શન વિવિધ બજાર માહોલમાં બદલાય છે. ETFદીઠ રૂ. 500ના લઘુત્તમ રોકાણ સાથે રોકાણકાર તમામ 3 સ્માર્ટ બીટા ETF માં રોકાણ કરી શકે છે.