અમદાવાદ, 2 મેઃ નાણાકીય વર્ષ 2022-23માં ₹8,30,532 કરોડના પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે કોર્પોરેટ બોન્ડ દ્વારા ઓલ ટાઈમ હાઈ ફંડ મોબિલાઈઝેશન જોવા મળ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 31 ટકાનો મોટો વધારો દર્શાવે છે. primedatabase.comના આંકડાઓ મુજબ પ્રાઇમરી માર્કેટમાંથી 855 કંપનીઓ દ્વારા આ ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આવા સોદા, લિસ્ટેડ અને અનલિસ્ટેડ, જેમાં 365 દિવસથી ઉપરનો સમયગાળો અને પુટ/કોલ વિકલ્પ હોય છે તે ધ્યાનમાં લેવામાં આવે છે.

PRIME ડેટાબેઝ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાના જણાવ્યા અનુસાર, વિદેશી ઋણની કિંમતમાં વધારો, ધિરાણની માંગમાં વધારો, બેંક લોનના ઊંચા દરો અને કેટલાક ઈશ્યુઅર્સ દ્વારા મોટા ઈસ્યુ જેવા પરિબળોનું સંયોજન આની પાછળના મુખ્ય કારણો છે.

વર્ષ દરમિયાન ડેટ પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત ફંડ એકત્રિકરણ

YearAmount (₹ crore)
2013-14    2,87,950
2014-15    4,74,677
2015-16    4,94,811
2016-17    7,07,042
2017-18    6,65,840
2018-19    6,35,532
2019-20    6,68,916
2020-21    7,51,184
2021-22    6,34,610
2022-23    8,30,532

Source: primedatabase.com

પ્રાઈમડેટાબેઝડોટકોમ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બેન્કોની કેટેગરી દ્વારા સૌથી વધુ રૂ. 17323 કરોડ એકત્ર કરાયા હતા. જે 2021-22ના રૂ. 268413 કરોડની સરખામણીમાં 55 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પ્રાઇવેટ સેક્ટર્સની બેન્કો, નાણાકીય સંસ્થાઓ દ્વારા એકત્ર ફંડ 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,39,033 કરોડ (રૂ.3,02,985 કરોડ) નોંધાયું છે. સરકારી સંસ્થાઓ દ્વારા કુલ એકત્રિકરણના 30 ટકા (જે આગલાં વર્ષે 34 ટકા હતું) ફડ એકત્રિકરણ કરાયું છે.

ઇશ્યૂનો પ્રકારઇશ્યૂ આયોજકોની સંખ્યારૂ. કરોડમાં%

Government                   

All-India Financial Institutions & Banks/Subsidiaries212,58,54731
Public Sector Undertakings1357,1027
State Financial Institutions21,1970
State Level Undertakings315,8772
Sub-Total393,32,72240

Private Sector                 

All-India Financial Institutions & Banks/Subsidiaries151,58,77719
Private Sector – NBFCS / Financial Services2822,03,09525
Private Sector – Manufacturing / Services5191,35,93816
Sub-Total8164,97,81060
Total8558,30,532100

Source: primedatabase.com

વર્ષ દરમિયાન એચડીએફસી દ્વારા સૌથી વધુ રૂ. 78415 કરોડ એકત્ર કરાયા હતા. ત્યારપછીના ક્રમે NABARD (₹49,510 crore), PFC (₹42,097 crore), SBI (₹38,851 crore) અને SIDBI (₹35,405 crore) રહ્યા હતા.

વર્ષ 2023-24 માટેનું આઉટલૂક

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં થયેલા તાજેતરના ટેક્સ ફેરફારોના કારણે કોર્પોરેટ બોન્ડ ઇશ્યૂઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા હલ્દીયાએ વ્યક્ત કરી છે.