અમદાવાદઃ બજારમાં તેજી માટે જે રીતે ઓઘડની ભાષામાં એફએફઆઇ અને ટેકનિકલ લેંગ્વેજમાં એફઆઇઆઇની મદદની જરૂર પડે છે. તે જ રીતે સેન્સેક્સને ચગાવવામાં પણ માર્કેટનો રાજા રિલાયન્સ જ મદદરૂપ થઇ શકે છે. ઓક્ટોબર-22થી ફેબ્રુઆરી-23 એમ પાંચ માસનો ડેટા દર્શાવે છે કે, રિલાયન્સે આ મહિનાઓ દરમિયાન માત્ર એક જ વાર 2500 ઉપરની નવેમ્બરમાં 2508ની  બોટમ બનાવી હતી. ત્યારે શેરનો ભાવ 2743ની ટોચે આંબ્યો હતો. બાકીના મહિનાઓમાં 2500થી નીચે જ બોટમ બની હોવાના કારણે ભાવ 2700ની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી જો રિલાયન્સ 2525ની મત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરે તો 2700ની સપાટી પણ ક્રોસ કરે તેવી શક્યતા મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતો તેમજ બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે સાથે સેન્સેક્સ પણ ન્યૂ હાઇ તરફ આગળ વધવાની શક્યતા નકારી શકાય નહિં. એકવાર રિલાયન્સ 2743ની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો 2855ની સર્વોચ્ચ સપાટી સહેલાઇથી પાર થવાની પણ શક્યતા દર્શાવાય છે.

 સેન્સેક્સ 61700-60000, નિફ્ટી 18200-17700 અને બેન્ક નિફ્ટી 42000-41000 અને રિલાયન્સ 2525 ક્રોસ ન કરે ત્યાં સુધી બજારને રેન્જ-બાઉન્ડ ગણવું.

રિલાયન્સની મન્થલી વોલેટિલિટી એક નજરે

MonthOpenHighLowClose
Oct 222,397.002,560.502,343.602,549.55
Nov 222,582.002,743.602,508.002,732.40
Dec 222,736.002,754.702,493.002,548.20
Jan 232,556.902,605.002,301.152,353.90
Feb 232,380.002,463.002,293.102,439.85

Adani group shares: રોકાણની મોકાણ સમજવી કે રાહ જોવી….?!

અદાણી ટોટલ ગેસ: રૂ. 971.50ના સ્તરે નીચલી 5 ટકાની સર્કીટે બંધ રહ્યો. શુક્રવારે 13,00,386 શેરના સોદા થયા તેમાંથી ડિલિવરીના કામકાજ 4,44,929ના જ એટલે કે 34.21% પ્રમાણમાં જ હતા. છેલ્લે 971.50ના ભાવે 17264 શેરો વેચવા માટે સેલર્સ ઊભા હતા. નીચલી સર્કીટનો સીલસીલો ચાલુ રહે ત્યાં સુધી દૂર રહેવું.

અદાણી વિલ્મરઃ 7મી ફેબ્રુઆરીના રોજ રૂ. 360.95નું બોટમ બનાવી, 10મીએ 456.95નો હાઇ નોંધાવી 15-02-23ના રોજ રૂ. 383.25નું હાયર બોટમ બનાવ્યું છે. રૂ. 438.25ના બંધ ભાવ વાળો આ શેર 457 વટાવે તો રૂ. 380ના સ્ટોપલોસે અતિ ટૂંકાગાળા માટે લઇ શકાય.

અદાણી એન્ટરપ્રાઇસીસઃ શુક્રવારે એનએસઇમાં 1722.70 હતો. 52 સપ્તાહનો રૂ. 4190નો હાઇ ભાવ 21મી ડિસેમ્બર 2022ના રોજ જોઇ ચૂકેલા આ શેરે 3જી ફેબ્રુઆરી 2023ને શુક્રવારે 1017.45નો 52 સપ્તાહનો લો ભાવ પણ જોઇ લીધો. ટેકનિકલી 1017.45ના બોટમ પછી 2222.15(08-02-23)નું ટોપ જોયા પછી આ શેર સમગ્ર સપ્તાહ દરમિયાન સાંકડી વધઘટે ધૂંટાયો છે. 1017- 2222માંથી જે તરફ બ્રેકઆઉટ આવે એ તરફનો ટ્રેન્ડ જોવા મળવાની સંભાવના છે.

અદાણી ગ્રીન એનર્જીઃ છેલ્લા 12 માસનો ટ્રેઇલીંગ ટ્વેલ્વ મન્થનો ઇપીએસ -1.29 , પ્રાઇસ ટૂ બુક વેલ્યુ 16.37 અને રીટર્ન ઓન ઇક્વિટી -3.35% છે, તેલ – તેલની ધાર જોવી.

અદાણી ટ્રાન્સમીશનઃ  પી ઇ રેશીયો 748.75, પીબી રેશીયો 10.09 અને આરઓઇ 1.23% છે. વેઇટ એન્ડ વોચ.

અદાણી પાવરઃ ઇપીએસ -0.59, પીબી રેશીયો 3.55 અને મૂડી પર વળતર -1.34%, લેવામાં ઉતાવળ ન કરાય.

અદાણી પોર્ટઃ રૂ. 395.10(03-02-23) બોટમ, 605(08-02-23) ટોપ અને તે પછી આ રેન્જમાં સાંકડી વધઘટ જોતાં જે તરફ બ્રેકઆઉટ આવે એ બાજૂનો શોર્ટ ટર્મ ટ્રેન્ડ શરૂ થવાની વકી છે.

અંબુજા સિમેન્ટઃ 315-372ની રેન્જમાંથી જે બાજૂ બ્રેકઆઉટ આવશે તે તરફની ચાલની સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)