અમદાવાદ, 26 જુલાઈ: સુલભ વાહન માલિકીની વધતી જતી માંગને દર્શાવતા ભારતની અગ્રણી ઓટોટેક કંપની CARS24એ તેની નાણાંકીય શાખા CARS24 ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (સીએફએસપીએલ) દ્વારા નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અમદાવાદ માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારથી સીએફએસપીએલે પ્રદેશમાં કાર ખરીદદારોને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવતા કુલ રૂ. 85 કરોડથી વધુની લોનનું વિતરણ કર્યું છે.

અમદાવાદમાં કાર ખરીદનારાઓ માટે છેલ્લું વર્ષ ખાસ કરીને સાનુકૂળ રહ્યું છે, જેમાં યુઝ્ડ કાર માર્કેટમાં વધુ ફાઇનાન્સિંગ વિકલ્પો ઉપલબ્ધ થવાના કારણે વધુ લોકોને કાર ખરીદવી પરવડી રહ્યું છે. સીએફએસપીએલે લોન વિતરણમાં વાર્ષિક ધોરણે 80 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

દેશમાં ત્રિમાસિક ગાળામાં કાર ખરીદનારા 48.5 ટકા ગ્રાહકો પગારદાર હતા, અમદાવાદમાં આ પ્રમાણ 52 ટકા

દેશભરમાં ત્રિમાસિક ગાળા દરમિયાન 48.5 ટકા કાર ખરીદદારો પગારદાર વ્યાવસાયિકો હતા, જે કાર ધિરાણ તરફના નોંધપાત્ર વલણને દર્શાવે છે. જો કે, અમદાવાદમાં લોન માટે પસંદ કરનારાઓમાંથી 52 ટકા પગાર મેળવતા કર્મચારીઓ છે અને કાર ધિરાણ મેળવવા માંગતા લોકોની સરેરાશ ઉંમર 35 વર્ષ છે.

CARS24ના કો-ફાઉન્ડર ગજેન્દ્ર જાંગીડે જણાવ્યું હતું કે ગુજરાતનું ગતિશીલ અર્થતંત્ર, ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં, કાર ધિરાણની વધતી માંગને આગળ ધપાવી રહી છે. જેમ જેમ વધુ લોકો વ્યક્તિગત વાહનોની માલિકી માટે અનુકૂળ અને સસ્તા માર્ગો શોધે છે. ગ્રાહકોની વિકસતી પસંદગીઓ સાથે જોડાઈને, અમે આ ઝડપથી વિકસતા પ્રદેશમાં કારની માલિકી માટે વધુ અનુકૂળ અને પોસાય તેવા માર્ગો પૂરા પાડવાનું લક્ષ્ય રાખીએ છીએ.

અમદાવાદમાં ફાઇનાન્સ થતી અગ્રણી કાર્સ

મારૂતિ સુઝુકી બલેનોહ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10
હ્યુન્ડાઈ આઈ10રેનો ક્વિડ

ઉપર દર્શાવેલા મોડલ્સની લોકપ્રિયતામાં વિશ્વસનીય અને વ્યવહારુ કારની માંગ જણાઈ આવે છે. બલેનો તેની સ્પોર્ટી ડિઝાઇન અને રિસ્પોન્સિવ હેન્ડલિંગ સાથે અલગ તરી આવે છે, ખાસ કરીને યુવા લોકો અને પ્રથમ વખત કાર ખરીદનારાઓને તે આકર્ષે છે. દરમિયાન, હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ10 તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને અદ્યતન કનેક્ટિવિટી સુવિધાઓ માટે ઓળખાય છે, જે તેને શહેરી પ્રવાસીઓ માટે ટોચની પસંદગી બનાવે છે.

ગુજરાતના યુઝ્ડ કાર માર્કેટમાં મારૂતિ હેચબેક ટોચની પસંદગી

અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં, ગ્રાહકો સ્વિફ્ટ, બલેનો અને અલ્ટો જેવી વપરાયેલી મારૂતિ હેચબેક મોડલ્સ તરફ આકર્ષાય છે. આ વાહનો તેમના કિફાયતીપણા, વ્યવહારિકતા, બળતણ કાર્યક્ષમતા અને કોમ્પેક્ટ ડિઝાઇન માટે વિશેષ લોકપ્રિય છે.. હેચબેક એ મોટાભાગના ગ્રાહકો માટે ટોચની પસંદગી છે, જે બજારનો 60 ટકા હિસ્સો ધરાવે છે.

એસયુવી લોકપ્રિયતા હાંસલ કરી રહી છે

ત્યાં એસયુવી તરફ નોંધપાત્ર પસંદગી વધી છે. હાલમાં, સેડાનનો બજાર હિસ્સો 21 ટકા છે, ત્યારે એસયુવી 19 ટકા સાથે પાછળ નથી. આ ઉપરાંત પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટર અને ડીઝલના ભાવ રૂ. 90 પ્રતિ લિટર હોવા છતાં ખરીદદારો વધુ મજબૂત, સુરક્ષિત કાર પસંદ કરે છે. 78 ટકા ભારતીય કાર ખરીદદારો એરબેગ્સ, એબીએસ, ઈબીડી અને ઈએસસી જેવા સેફ્ટી ફીચર્સને પ્રાથમિકતા આપે છે.

કાર ખરીદનારાઓ 68 ટકા લોકો તેમની કાર ફાઇનાન્સ કરાવવા ઇચ્છે છે

કાર ખરીદનારા 68 ટકા લોકો તેમની કાર માટે ધિરાણ મેળવવાનું પસંદ કરે છે. અમદાવાદમાં, 15 ટકાના વ્યાજ દર સાથે 62 મહિનામાં સરેરાશ ઈએમઆઈ રૂ. 11,000 છે. ધિરાણ માટેની આ પસંદગી ફ્લેક્સિબલ પેમેન્ટ વિકલ્પો તરફના વ્યાપક પરિવર્તનને દર્શાવે છે જે વિવિધ નાણાંકીય પરિસ્થિતિઓનું સોલ્યુશન આપે છે.

20 ટકા મહિલાઓ લોન મેળવી રહી છે

મહિલાઓ દેશભરમાં કાર લોન મેળવનારાઓમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. મહિલાઓ પુરૂષો કરતાં 10 ટકા  વધુ લોનની રકમ મેળવી રહી છે.  સમગ્ર ભારતમાં 100થી વધુ શહેરોમાં મજબૂત હાજરી સાથે, CARS24 એ ઓટોમોટિવ વેચાણ અને માલિકીના ક્ષેત્રની નવેસરથી વ્યાખ્યા કરવાનું ચાલુ રાખ્યું છે. ગ્રાહકની બદલાતી માંગને અનુરૂપ બનીને અને અત્યાધુનિક ટેકનોલોજીને એકીકૃત કરીને, CARS24 ઓટોટેક ઉદ્યોગના ભાવિને આગળ ધપાવી રહી છે અને આ પરિવર્તનશીલ યુગમાં પોતાને મજબૂત રીતે સ્થાપિત કરી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)