Kaynes Technoમાં સૌથી વધુ 317.57% રિટર્ન7 IPOમાં 100 ટકાથી વધુ રિટર્ન નોંધાયું
નેગેટીવ રિટર્ન આપતાં IPOની સંખ્યા ઘટી 7IRM એનર્જી અને હોનાસામાં નિરાશા

લાંબાગાળા માટે વોચ રાખવા જેવાં લિસ્ટેડ IPO: IRM Energy, SBFC Finance, Kfin Technologies, Cello World, ESAF SF Bank

100- 300+ રિટર્ન આપતાં ટોપ-7 IPO

IPOપ્રાઇસછેલ્લોરિટર્ન%
Kaynes
Techno.
5872451.15317.57
Electro.
Mart
59189.4221.02
Global
health
336906.05169.66
Cyient
DLM
265633.85139.19
Senco
Gold
317656.25107.02
Plaza
Wires
54113.6110.37
Utkarsh
SF Bank
25          50.39   101.56

અમદાવાદ, 11 નવેમ્બરઃ વિક્રમ સંવત 2079 પ્રાઈમરી માર્કેના રોકાણકારો માટે શુકનવંતુ સાબિત થઇને વિદાય લઇ રહ્યું છે. વિતેલા વર્ષ દરમિયાન યોજાયેલાં 65 પૈકી માત્ર 7 IPO નેગેટિવ પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયેલા છે. બાકીના 58 IPO 1થી 317 ટકા સુધી રિટર્ન આપી રહ્યા છે.

બેસ્ટ પર્ફોર્મરઃ આ વર્ષે Kaynes Technoનો IPO 317.57 ટકા પ્રિમિયમ સાથે બેસ્ટ પર્ફોર્મર સાબિત થયો છે. વિક્રમ સંવત 2079ની શરૂઆતમાં યોજાયેલો કાયનેસના IPO એક તબક્કે તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 587 સામે 2954.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 100થી 300+ ટકા રિટર્ન આપનારા IPOની સંખ્યા 7ની રહી છે.

50-100 ટકા વચ્ચે રિટર્ન આપનારા IPOની સંખ્યા 14 નોંધાઇ છે. તો 20-50 ટકાની વચ્ચે રિટર્ન આપનારા IPOની સંખ્યા 18ની રહી છે. તો 10-20 ટકા વચ્ચે રિટર્ન આપનારા IPOની સંખ્યા 7 રહી છે. સિંગલ ડિજિટ રિટર્ન ધરાવતાં IPOની સંખ્યા 9 નોંધાઇ છે.

50-100 ટકા રિટર્ન આપી રહેલાં 14 IPO 

VPR Punglia99191.05 93%
Divgi Torq590             105979.5%
Signature
global
385        680.05 76.6%
Concord
Biotech
7411303.7  75.9%
Bikaji
Foods
300514.8571.6%
EMS
Limited
211        359.7   70.5%
Mankind
Pharma
1080      1829.1 69.4%
Five Star
Business
474789.0566.5%
JSW Infra.119197.0565.6%
Fusion
MicroFina.
368577.1556.8%
Sah Poly.65          101.57 56.3%
R R Kabel10351614.8556.%
Dreamfolks
Services
326504.454.7%
Netweb
Techno
500        770.25 54%

સૌથી ખરાબ પર્ફોર્મર રહ્યાઃ સાત IPOમાં રોકાણકારો લિસ્ટિંગ પછી નેગેટિવ રિટર્ન જોઇ રહ્યા છે. જેમાં હોનાસા કન્ઝ્યુમર અને આઇરઆરએમ એનર્જી (કેડિલા ફાર્મા ગ્રૂપ) જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના IPOનો સમાવેશ થાય છે. આઈઆરએમ એનર્જી, અપડેટર સર્વિસિઝ, યાત્રા ઓનલાઈન અને એલિન ઈલેક્ટ્રોનિક્સના IPOએ ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ સતત નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારો છેલ્લા બંધ સામે પણ તેમાં ડબલ ડિજિટમાં નુકસાન વેઠી રહ્યા છે.

વેલ્યૂએશનને ધ્યાનમાં રાખો

છેલ્લા એક વર્ષમાં IPOમાં નુકસાનનું પ્રમાણ ઘટ્યું છે. જો કે, બજારના સારા માહોલ વચ્ચે રિટેલ રોકાણકારો વધુ પડતાં ઉત્સાહમાં ઓવર પ્રાઈસ ધરાવતા IPOમાં રોકાણ કરવાની ભૂલ કરી બેસે છે. જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. ચોક્સાઈપૂર્વક ફંડામેન્ટલ્સ, ફેન્સી, પ્રમોટર ગ્રુપ સહિતની બાબતો ચકાસી રોકાણ કરવા સલાહ છે. IPO લાવનારી કંપનીઓની હરીફ લિસ્ટેડ કંપનીઓના પીઈ સાથે સરખામણી કરવી જોઈએ. જો પીઈ અર્થાત વેલ્યૂએશન ઉંચા આવે તો IPO અવગણવો જોઈએ. .- જયદેવસિંહ ચુડાસમા, ઈન્વેસ્ટર પોઈન્ટ

SME IPOની સંખ્યાનું ઘોડાપૂર અત્યંત જોખમી

 20-50 ટકા વચ્ચે રિટર્ન ધરાવતાં 18 IPO                  

SBFC Finance5783.72    46.88%
Global Surfaces140        203.45 45.32%
Aeroflex Ind.108156.9    45.28%
Manoj VGems215307.1542.86%
Zaggle Prepaid164        233.942.62%
Jupiter Life Line735        1028.9539.99%
Kfin Techno.366510.139.37%
Landmark Cars506699.438.22%
Sula vineyards357484.535.71%
DCX Systems207276.833.72%
Valiant Lab140183.631.14%
Yatharth Hospi.300        390.230.07%
Archean chem407527.229.53%
Pyramid Tech166    206.5   24.4%
RatnaveerPreci98119.9522.4%
Cello World648788.4    21.67%
SAMHIHotels126        151.8    20.48%
ideaForge672808.9520.38%

છેલ્લા બે વર્ષમાં એસએમઈ IPOની સંખ્યા ભયજનક રીતે વધી છે. તેમાંય પોઝિટીવ જ નહિં મબલક રિટર્ન આપનારા એસએમઈ IPOની સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે, એસએમઈ IPO લાવનારી 95 ટકા કંપનીઓ નબળી ક્વોલિટી અને ખરાબ કોર્પોરેટ ગવર્નન્સ ધરાવતી હોય છે. 3 વર્ષમાં મેઈન બોર્ડમાં ટ્રાન્સફર થવાની નીતિ સાથે એસએમઈ કંપનીઓમાં સ્પેક્યુલેશનની મદદથી શેરો અનેકગણા વધે છે. જો કે, બાદમાં તેની કિંમત તેની ઈશ્યૂ પ્રાઈસ સામે સાવ 5 ટકાથી પણ ઓછી થઈ જાય છે.

સેબીની ગાઈડલાઈન્સ મુજબ, એસએમઈ ઈમર્જ ખાતે લિસ્ટિંગ કરાવનારી એસએમઈ કંપનીઓ 3 વર્ષ સુધી લિસ્ટિંગ જાળવી 25 કરોડ સુધીની માર્કેટ કેપ ધરાવતી હોય તો તેને મેઈન બોર્ડ ખાતે ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે.

શેરબજાર બે ભાગમાં વહેંચાયું

શેરબજારમાં હાલ સેન્સેક્સ અને નિફ્ટી50 આધારિત સ્ક્રિપ્સ પર નજર કરો તો મંદીનો માહોલ જોવા મળે છે. પરંતુ તે સિવાયના સ્મોલ કેપ-મીડકેપ, પીએસયુ શેરો પર નજર કરો તો તેમાં ઘણા શેરોમાં રોજ નવી ટોચ સાથે તેજી જોવા મળી રહી છે. આમ બજાર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેની પાછળનું કારણ એફઆઈઆઈની મોટાપાયે વેચવાલી છે. એફઆઈઆઈનું રોકાણ ધરાવતી બ્લુ ચીપ કંપનીઓના શેરો પ્રેશરમાં છે. તે સિવાયના શેરોમાં તેજી છે. કેપિટલ ગુડ્સ, પીએસયુ, બેન્કિંગ અને કેબલ્સ શેરોમાં રોકાણ કરવા સલાહ છે. જેમાં તેજીની શક્યતા વધુ છે.

10-20 ટકા રિટર્ન આપનારા 7 IPO                 

Abans Holdings270320.2518.61%
Harsha Engineers330387.5517.44%
ESAF SF Bank6069.05    15.08%
HMA Agro58567014.53%
IKIO Lighting285        323.6513.56%
BlueJet Health346387.1    11.88%
Sai Silks222248.0511.73%

સિંગલ ડિજિટ રિટર્ન ધરાવતા 9 IPO                

Rishabh Instruments4414839.52%
Avalon Techno.436        472.45 8.36%
TVS Supply Chain197211.97.56%
Tracxn Techno.8085.727.15%
Udayshiva Infra35           37.06    5.89%
Dharmaj Crop237244.63.21%
Tamilnad Mer. Bank510523.82.71%
Inox Green energy6566.291.98%
Keystone realtors541548.651.41%

નેગેટીવ રિટર્ન આપનારા 7 IPO

IPOઈશ્યૂ પ્રાઈસછેલ્લો ભાવરિટર્ન
Honasa Consumer324319.5-1.39%
Yatra Online142        138.9-2.18%
Radiant Cash9490.86-3.34%
Uniparts India577539.35-6.53%
Updater Services300271.15-9.62%
 IRM Energy505449.4-11.01%
Elin Electronics247152.7-38.18%

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)