ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની
અમદાવા, 29 ઓગસ્ટ: ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઈન્ડિયાફર્સ્ટ લાઈફ)એ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની છે. કંપનીએ આજે દેશનાઆંતરરાષ્ટ્રીયનાણાકીયગેટવેપરતેનીઆઇએફએસસીવીમાઓફિસ (IIO) નું ઉદ્ઘાટન કર્યું હતું.
ઈન્ડિયાફર્સ્ટ લાઈફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રૂષભ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારું IIO અમારી ભાગીદાર બેંકો – બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને અમારા પસંદગીના બ્રોકર પાર્ટનર્સના આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને વિશ્વ કક્ષાના, વિદેશી ચલણ-પ્રમાણિત જીવન વીમા સોલ્યુશન્સ ઓફર કરશે. કંપની વૈશ્વિક ભારતીયો માટે ખાસ ડિઝાઈન કરેલ ULIP પ્રોડક્ટ ઓફર કરે છે – ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ વેલ્થ વાઈઝ પ્લાન. આ ડૉલર (USD) ડિનોમિનેટેડ પ્લાન આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે આદર્શ છે જેઓ લાંબા ગાળાની સંપત્તિ અને વારસાની રચનાની શોધમાં છે.