અમદાવાદ, 25 એપ્રિલઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી આ નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં, પરંતુ “ગ્લોબલ સાઉથ” માટે સંશોધન કરવાનો છે. થિંક ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રહેશે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે થિંક-ટેન્કનું નામ ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન નક્કી કરવામાં આવ્યું છે. અદાણી જૂથ પાસેથી નવનિર્મિત સંસ્થાને રૂ.100 કરોડનું ભંડોળ મળશે, જો કે ભવિષ્યમાં તે રકમમાં વધારો થઈ શકે છે. પ્રારંભિક ભંડોળ મેળવ્યા બાદ તેની પાસે આવકનો આગવો પ્રવાહ ઉભો થશે જેનાથી તે આત્મનિર્ભરતા માટે સક્ષમ બનશે.

ચિંતન રિસર્ચ ફાઉન્ડેશનનો ઉદ્દેશ માત્ર સંશોધન જ નહીં, આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણના ત્રણ સ્તંભો, ભૌગોલિક રાજનીતિ અને વ્યૂહાત્મક બાબતો, અને અર્થતંત્ર અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વળી તે COP29, યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના હિતોની તરફેણ પણ કરશે. 

સ્વદેશ નિર્મિત અદ્યતન થિંક-ટેન્ક વિકાસશીલ રાષ્ટ્રોને નવું પ્લેટફોર્મ પૂરુ પાડશે. ગત વર્ષે G20 સમિટની યજમાની દરમિયાન આફ્રિકન યુનિયનને G20ના પૂર્ણકાલીન સભ્ય રાષ્ટ્ર તરીકે સમાવવા ભારતની સફળતાપૂર્વકની ભૂમિકાને મિડિયાએ “વિશ્વગુરુ ભારત” તરીકે રજૂ કરી હતી. અદાણીની એન્ટ્રીનું ચેરિટેબલ જૂથો અને બિન-સરકારી સંસ્થાઓ સામેના કથિત ક્રેકડાઉન અંતર્ગત ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ચુસ્તપણે નિરીક્ષણ કરવામાં આવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)