કેનેડામાં જોબ ક્રાઇસિસની ચૂંગાલમાં સપડાયા ભારતીય વિદ્યાર્થીઓ
ટોરન્ટો, 24 જૂનઃ વિદેશમાં ઉચ્ચ અભ્યાસના બહાને સેટલ થવાના સપના જોઇને ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની કેનેડામાં રોજગારીના અભાવે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. તાજેતરમાં મિડિયા તેમજ સોશિયલ મિડિયામાં છવાયેલી એક છબિ અનુસાર ટોરોન્ટોમાં ટિમ હોર્ટન્સની બહારનું દ્રશ્ય કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રોજગારની વધતી કટોકટીનું વિકટ ચિત્ર બની ગયું છે. કોફી અને ફાસ્ટ-ફૂડ ચેઇનમાં પાર્ટ-ટાઇમ જોબ મેળવવાની આશામાં ભારત અને ઉપ-ખંડના ઘણા લોકો સહિત સેંકડો વિદ્યાર્થીઓ કતારમાં ઉભેલાં જોવા મળ્યા હતા. રોજગાર માટે આ ભયાવહ શિકાર એક ભારતીય વિદ્યાર્થી દ્વારા એક વીડિયોમાં કેદ કરવામાં આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો શેર કરનાર વિદ્યાર્થી એક મહિનાથી પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યો છે અને તેણે વીડિયોમાં પોતાનો અનુભવ શેર કર્યો છે. જોબ ફેરમાં 30 મિનિટ વહેલા પહોંચ્યા હોવા છતાં તેની આગળ 100 થી વધુ અરજદારોની લાંબી લાઇન જોઈને નિરાશ થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)