ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ લોંચ કર્યું
મુંબઇ, 04 સપ્ટેમ્બર: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ (ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ) લોંચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે આજે (03 સપ્ટેમ્બર, 2024)થી ખૂલ્યો છે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રો તથા ઓટોમેશન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પરિવર્તનકારી ઇનોવેશનને આગળ ધપાવવા ઉપર કેન્દ્રિત કંપનીઓ તેમજ ડિજિટલ અપનાવવાથી લાભ થનાર બીજી ટેક્નોલોજી કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 80 ટકાથી 100 ટકા રોકાણ કરીને મૂડી સર્જન કરવા માગે છે. આ ફંડટોપ ડાઉન અને બોટમ-અપ અભિગમને અપનાવશે તેમજ લાર્જ કેપની સ્થિરતા સાથે મીડકેપની વૃદ્ધિ અને સ્મોલ કેપની સંભાવિતતાને સંતુલિત કરતાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરશે. એનએફઓ દરમિયાન લઘુત્તમ રોકાણ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે. એસઆઇપી રોકાણ માટે અરજીની ન્યૂનતમ રકમ રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે. આ ફંડ ફાળવણી તારીખથી ત્રણ મહિના સુધી અથવા પહેલાં યુનિટ રિડિમ/ સ્વિચ કરવા ઉપર 0.50 ટકા એક્ઝિટ લોડ ચાર્જ કરશે. ત્રણ મહિના બાદ જો યુનિટ રિડિમ/ સ્વિચ કરાય તો એક્ઝિટ લોડ રહેશે નહીં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)