IPO Corner
ઈનોક્સ ગ્રીન એનર્જી રૂ. 740 કરોડનો આઇપીઓ યોજશે
ઈનોક્સ વિન્ડની પેટા કંપની ઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝે રૂ. 740 કરોડના આઈપીઓ માટે ફરી ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફાઈલ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ અનુસાર, કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 370 કરોડ અને ઓફર ફોર સેલ અંતર્ગત રૂ. 370 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીએ રૂ. 740 કરોડનો આઈપીઓ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. પરંતુ કોઈ કારણોસર ડ્રાફ્ટ પાછો ખેંચ્યો હતો. જો કંપની પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હેઠળ ફંડ એકત્ર કરવામાં સફળ રહી તો ફ્રેશ ઈશ્યૂની સાઈઝમાં ઘટાડો થશે. એકત્રિત ફંડનો ઉપયોગ દેવાની ચૂકવણી અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા માટે થશે. ઈનોક્સ ગ્રીન એનર્જી વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ માટે ઓપરેશન અને મેઈનટેનન્સ સર્વિસ, વિન્ડ ટર્બાઈન જનરેટર્સ માટે સ્પેસિફિકલી, અને વિન્ડ ફાર્મા પર કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી સેવાઓ પૂરી પાડે છે.
ઈન્ડિયા એક્સ્પોઝિશન માર્ટના રૂ. 600 કરોડના આઈપીઓને મંજૂરી
દેશની ચોથી સૌથી મોટુ ઈન્ટેગ્રેટેડ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન વેન્યૂ પ્લાનર અને પ્રોવાઈડર ઈન્ડિયા એક્સ્પોઝિશન માર્ટના આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. કંપની ટૂંકસમયમાં રૂ. 600 કરોડનો આઈપીઓ યોજી શકે છે. ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 450 કરોડ અને 1.12 કરોડ ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ અંતર્ગત વેચશે. ફ્રેશ ઈશ્યૂ દ્વારા એકત્રિત રૂ. 316.9 કરોડનો ઉપયોગ એડિશનલ ગેસ્ટ હાઉસ સ્થાપિત કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનું વિસ્તરણ કરવા કરશે. રૂ. 17 કરોડ દેવાની ચૂકવણીમાં વાપરશે.
આગામી આઇપીઓ એક નજરે
કંપની | ફેસવેલ્યૂ | પ્રાઇસબેન્ડ | રૂ. કરોડ | ટાઇપ | ખૂલશે | બંધ | લિસ્ટિંગ |
Kck Ind (SME) | 10 | 30 | 4.50 | Fixed | 27-Jun | 30Jun | NSE |
Pearl Green(SME) | 10 | 186 | 11.72 | Fixed | 27-Jun | 29-Jun | BSE |
Modi’s Navnirman(SME) | 10 | 180 | 22.68 | Fixed | 23-Jun | 28-Jun | BSE |
એલઆઇસી આજે પણ ઇન્ટ્રા-ડે 52 વીક લો
એલઆઇસી આજે રૂ. 660.55નીસપાટીએ ખુલી વધી રૂ. 666 થઇ નીચામાં રૂ. 650ની સૌથી નીચી સપાટી નોંધવ્યા બાદ છેલ્લે રૂ. 6.55ના સુધારા સાથે રૂ. 661.25ની સપાટીએ બંધ રહ્યો હતો.