પ્લાઝા વાયર્સ આઈપીઓ લિસ્ટિંગની સ્થિતિ

ઈશ્યૂ સાઈઝ71.2 કરોડ
ઈશ્યૂ પ્રાઈસરૂ. 54
લિસ્ટિંગરૂ. 84
વધીરૂ. 84
ઘટીરૂ. 75
રિટર્ન55.5 ટકા

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ગ્રે માર્કેટમાં બહુચર્ચિત પ્લાઝા વાયર્સનો આઈપીઓ આજે 56 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. જે બીએસઈ ખાતે રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ સામે 55.5 ટકા પ્રિમિયમે ઓલટાઈમ હાઈ 84ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જો કે, માર્કેટના ખરાબ માહોલ વચ્ચે 12 વાગ્યા સુધીમાં 48.57 ટકા પ્રિમિયમે  80.23ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં પ્લાઝા વાયર્સના આઈપીઓ માટે રૂ. 23 અર્થાત 43 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા હતાં. પોઝિટીવ લિસ્ટિંગના આશાવાદ સાથે ગ્રે માર્કેટમાં પ્લાઝા વાયર્સના શેર્સની બોલબાલા જોવા મળી હતી. આ ઈશ્યૂ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ થનારો આઈપીઓ હતો. જે કુલ 161 ગણો ભરાયો હતો.

રૂ. 71.2 કરોડના IPO માટે ક્યુઆઈબીએ 42.84 ગણી અરજી કરી હતી. જ્યારે એનઆઈઆઈ પોર્શન સૌથી વધુ 388.10 ગણો અને રિટેલ પોર્શન 374.81 ગણો ભરાયો હતો. પ્લાઝા વાયર્સનો ઈશ્યૂ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહ્યો હતો.

પ્લાઝા વાયર્સના શેરમાં આગળ શું?

પ્લાઝા વાયર્સની આવક, સંપત્તિમાં સ્થિર પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે. જેની નેટવર્થ પણ સતત વધી રહી છે. કંપની વાયર્સ, ફાયર રેઝિસ્ટન્ટ વાયર અને કેબલ્સ, એલ્યુમિનિયમ કેબલ, સોલાર કેબલ્સ માટે નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તારવાની યોજના ધરાવે છે. કંપનીના સેગમેન્ટમાં આકરી સ્પર્ધા હોવા છતાં તેની રોકાણ અને વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં લેતાં મધ્યમથી લાંબાગાળા માટે રોકાણ જાળવી કે વધારી શકાય. – હરેન શેઠ, કલ્યાણભાઈ માયાભાઈ બ્રોકર્સ