અમદાવાદ, 19 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝારમાં આજે વધુ 3 આઈપીઓ કુલ રૂ. 2558.37 કરોડનું ફંડ એકત્ર કરવા ખૂલ્યા છે. જે 21 ડિસેમ્બરે બંધ થશે. આ આઈપીઓના શેર એલોટમેન્ટ 22 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 27 ડિસેમ્બરે થવાની શક્યતા છે. જે રોકાણ કરવા યોગ્ય છે કે નહિં તેનો અંદાજ ગ્રે માર્કેટ પ્રીમિયમ અને બ્રોકરેજના અભિપ્રાય દ્વારા લગાવી શકાય.

Credo Brands Marketings IPO:

ફ્લેગશીપ બ્રાન્ડ મુફ્તી હેઠળ કેઝ્યુઅલ ક્લોથિંગનો બિઝનેસ કરતી ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિ.નો રૂ. 549.78 કરોડનો ઈશ્યૂ આજે ખૂલ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ 266-280 અને માર્કેટ લોટ 53 શેર્સ છે. આઈપીઓ ઈશ્યૂ સંપૂર્ણપણે 1.96 કરોડ ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ છે. લિસ્ટિંગ બાદ પ્રમોટર્સનો હિસ્સો 66.66 ટકાથી ઘટી 53.66 ટકા થશે.

ફંડામેન્ટલ્સઃ કંપનીનો પીઈ રેશિયો 23.22 છે. જે તેની હરીફ લિસ્ટેડ કંપનીઓ કરતાં ઘણા નીચો છે. જો કે, બિઝનેસની એપલ-ટુ-એપલ સરખામણી શક્ય નથી. ચોખ્ખો નફો અને આવકો ગત નાણાકીય વર્ષમાં ક્રમશઃ 116.88 ટકા અને 43.54 ટકા વધી છે. ક્રેડો બ્રાન્ડ્સના ગ્રે પ્રીમિયમ રૂ. 125 છે.

વિગત2022-232021-222020-21
Revenue509.32354.84261.15
Profit After Tax77.5135.743.44
Net Worth281.35235.73192.33
Total Borrowing10.0813.4615.23

બ્રોકરેજ વ્યૂહઃ કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત છે. પરંતુ સ્પર્ધા વધુ છે. તદુપરાંત પોતાની માલિકીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી નથી. થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મોડલ પર કામ કરે છે. જેથી વધુ જોખમ ધરાવતા રોકાણકારો જ મીડિયમથી લોંગટર્મ રોકાણ માટે અપ્લાય કરી શકે છે. તે સિવાયના લોકોએ અવગણવો. કેપિટલ માર્કેટે ન્યૂટ્રલ રેટિંગ આપતાં અવગણવ્યો છે. જ્યારે સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટે અપ્લાય કરવા સલાહ આપી છે. પીઈ રેશિયો નીચો હોવા છતાં બિઝનેસ કેપેસિટી તેને દર્શાવેલી હરીફની તુલનાએ ઓછી છે.

RBZ Jewellers IPO:

અમદાવાદ સ્થિત આરબીઝેડ જ્વેલર્સ રૂ. 95-100ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 100 કરોડ એકત્ર કરવા આજે માર્કેટમાં ઉતરી છે. જેણે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 21 કરોડ એકત્ર કર્યા છે. ઈશ્યૂ ખૂલતાંની સાથે રિટેલ પોર્શન 1.60 ગણો ભરાઈ ચૂક્યો છે. કંપની પોતાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે એકત્રિત ફંડનો ઉપયોગ કરશે. 72 શહેરો અને 19 રાજ્યોમાં હોલસેલ કસ્ટમર બેઝ ધરાવે છે.

ફંડામેન્ટલ્સઃ કંપનીની આવક અને નફો ગતવર્ષે 14.69 ટકા અને 55.03 ટકા વધ્યા છે. સાથે કંપનીનું દેવુ પણ વધી સપ્ટેમ્બર-23ના અંતે 101.84 કરોડ થયું છે. પીઈ રેશિયો 13.77 છે.

વિગત2022-232021-222021-20
Revenue289.63252.53289.63
Profit After Tax22.3314.419.75
Net Worth92.4770.0355.55
Reserves and Surplus61.9365.6051.19
Total Borrowing95.7959.7154.90

બ્રોકરેજ વ્યૂહઃ ગ્રે માર્કેટમાં આરબીઝેડ જ્વેલર્સના આઈપીઓ માટે કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી. તેની આવકો સતત વધી હોવા છતાં સોનાની કિંમતમાં વોલેટિલિટી તેમજ ગ્રાહકોની ઓછી સંખ્યા પર નિર્ભરતા જોખમ વધારે છે. તદુપરાંત ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ હરિફાઈ હોવાથી વધુ જોખમ ધરાવતા રોકાણકારો જ આઈપીઓ ભરે તેને અવગણવાથી કોઈ નુકસાન નથી.

Happy Forging:

હેપ્પી ફોર્જિંગ ઈશ્યૂ 1008.59 કરોડનો આઈપીઓ લાવી છે. પ્રાઈસ બેન્ડ 808-850 છે. હેવી ફોર્જિંગ્સ અને હાઈ પ્રિસિઝન મશીન કોમ્પોનન્ટ્સ બનાવતી કંપનીની આવકો અને નફો સતત વધ્યા છે. કંપની ફંડનો ઉપયોગ નવા ઈક્વિપમેન્ટ, પ્લાન્ટ અને મશીનરીના વિસ્તરણમાં કરવી છે.

ફંડામેન્ટલ્સઃ કંપનીનું સપ્ટેમ્બરના અંતે કુલ 258.97 કરોડ દેવુ છે. આવકો અને ચોખ્ખો નફો સતત વધ્યા છે. નેટવર્થ તથા રિઝર્વ અને સરપ્લસમાં પણ વધારો જોવા મળ્યો છે. પીઈ રેશિયો 36.45 છે. જે અન્ય લિસ્ટેડ કરતાં ઓછો હોવાથી તેમાં વૃદ્ધિની સંભાવના જોવા મળી શકે છે. ગ્રે માર્કેટમાં 49 ટકા અર્થાત રૂ. 420 પ્રીમિયમ છે.

વિગત2022-232021-222020-21
Revenue1,202.27866.11590.81
Profit After Tax208.70142.2986.45
Total Borrowing218.52240.35153.47

બ્રોકરેજ વ્યૂહઃ કંપની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયિંગ ક્વોલિટીમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. EBITDA માર્જિન છેલ્લા બે નાણાકીય વર્ષમાં હરીફની તુલનાએ સૌથી વધુ નોંધાયા છે. કંપની મોટાપાયે સ્થાનિક સ્તરે અને વૈશ્વિક OEMs ગ્રાહકો ધરાવે છે. કેપિટલ માર્કેટ અને સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટે ઈશ્યૂ ભરવા, જ્યારે જેએમ ફાઈનાન્સિયલે કોઈ રેટિંગ આપ્યુ નથી. રિલાયન્સ સિક્યુરિટીઝે પણ ઈશ્યૂ અપ્લાય કરવા સંકેત આપ્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)