IPO Subscription: Juniper Hotelના આઈપીઓ આજે બંધ થશે, અત્યારસુધી 88 ટકા ભરાયો
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ મુંબઈ સ્થિત જુનિપર હોટલ્સનો રૂ. 1800 કરોડના આઈપીઓમાં રોકાણ કરવાની આજે અંતિમ તક છે. કંપની રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર ફંડ એકત્ર કરી રહી છે. અત્યારસુધીમાં જુનિપર હોટલ્સનો આઈપીઓ કુલ 88 ટકા ભરાઈ ચૂક્યો છે. ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને રિટેલ પોર્શન 1.13 ગણો સબ્સક્રાઈબ થયો હતો. જો કે, એનઆઈઆઈ પોર્શન માંડ 31 ટકા જ ભરાયો હતો.
Juniper Hotels IPO માટે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શૂન્ય થયા છે. અગાઉ 5થી 10 ટકા પ્રીમિયમ નોંધાયા હતા. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ બાકી દેવાની ચૂકવણી-પ્રિ ચૂકવણી ઉપરાંત જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે. કંપનીના ફંડામેન્ટલ્સ નકારાત્મક હોવા છતાં તેના બિઝનેસ વિસ્તરણની તકોને ધ્યાનમાં લેતાં ક્યુઆઈબીએ 1.09 ગણી એપ્લિકેશન્સ કરી છે.
GPT Healthcare IPO: જીપીટી હેલ્થકેરના આઈપીઓ માટે રિટેલ રોકાણકારોએ 1.06 ગણી અરજીઓ કરી છે. બીજા દિવસે બપોરે 2.05 વાગ્યા સુધીમાં એનઆઈઆઈ પોર્શન 48 ટકા અને રિટેલ 1.06 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 63 ટકા ભરાયો છે. ક્યુઆઈબી પોર્શનમાં હજી ખાતુ ખોલ્યુ નથી. જીપીટી હેલ્થકેર રૂ. 177-186 પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 525.14 કરોડનો આઈપીઓ લાવી છે. માર્કેટ લોટ 80 શેર્સ છે.
કંપનીની આવક છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધી છે. ગત નાણાકીય વર્ષમાં આવક 7.11 ટકા અને ચોખ્ખો નફો 6.37 ટકા ઘટ્યો છે. કંપનીના માથે કુલ દેવુ 30 સપ્ટેમ્બર-23 સુધીમાં રૂ. 55.57 કરોડ છે. GPT હેલ્થકેરના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)