પારાદીપ ફોસ્ફેટ્સનો આઈપીઓ મંગળવારે પ્રથમ દિવસે 29 ટકા ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 57 ટકા ભરાયો હતો. કંપની શેરદીઠ રૂ. 39-42 પ્રાઈસ બેન્ડથી ઇશ્યૂ ઓફર કરીને  રૂ. 1501.73 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ રોકાણકારે માર્કેટ લોટ 350 શેર્સ માટે 14700નું રોકાણ કરવાનું રહેશે. આઈપીઓ તા. 19મેએ બંધ થઇ રહ્યો છે.

આઈપીઓ ડિટેઇલ્સ એટ એ ગ્લાન્સ

વિગતપારાદીપ ફોસ્ફેક્ટસઈથોસ લિ.
 ઈશ્યૂ સાઈઝ1501.73472.29
પ્રાઈસ બેન્ડ39-42836-878
તારીખ17-19 મે18-20 મે
લોટ350 શેર્સ17 શેર્સ
ઈપીએસ3.522.20

ઈથોસ ફન્ડામેન્ટલ્સ એટ એ ગ્લાન્સ

ઈથોસનો રૂ. 472.29 કરોડનો આઈપીઓ બુધવારથી ખૂલી રહ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 836-878 અને માર્કેટ લોટ 17 શેર્સ છે. કંપની 50થી વધુ પ્રિમિયમ બ્રાન્ડ્સનો વોચ પોર્ટફોલિયો ધરાવે છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ કુલ આવકો 2018-19 સામે ઘટી છે. ઈશ્યૂ પ્રાઈઝ પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ (રૂ. 826) કરતાં વધુ છે. પીઈ રેશિયો સામે પણ ઈશ્યૂ પ્રાઈઝ 96થી વધુ છે. પ્રિમિયમ અને લકઝરી સેગમેન્ટમાં રિટેલ હિસ્સો 13 ટકા છે. 17 શહેરોમાં 50થી વધુ સ્ટોર્સ ધરાવે છે.