દિલ્હી, 25 માર્ચઃ ITCના હોટેલ ગ્રૂપે તેની નવી બ્રાન્ડ – મમેન્ટોઝ હેઠળની તેની પ્રથમ પ્રોપર્ટી મમેન્ટોઝ બાય ITC હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

નાથદ્વારા અને એકલિંગજી મંદીરથી નજીક, ઉદેપુર એરપોર્ટથી 40 મિનિટના અંતરે અને શહેરથી ફક્ત 20 કિમીના અંતરે આવેલ MEMENTOS UDAIPUR લગભગ 50 એકરમાં ફેલાયેલ છે. રિસોર્ટમાં ક્લસ્ટર વિલ્લાઓ છે, જેમની કુલ 117 ચાવીઓ છે. આ ક્લસ્ટર્સમાં એક એક્સકલુઝીવ પૂલ છે,  અને  ખાસ ક્ષણો માટે પર્સનલ ડેક પણ છે.

આ વૈભવી પ્રોપર્ટી 1 લાખ ચોરસ ફૂટના કુલ વિસ્તારની સાથે મીટિંગ્સ, બેન્ક્વેટ્સ અને ઇવેન્ટ્સ માટેની અલાયદી જગ્યાઓ પણ ધરાવે છે. તેમાં એક પણ સ્તંભ વગરના ભવ્ય સ્ટેટરૂમ, પ્રી-ફંક્શન એરીયા તથા તેની સાથે વિશાળ લૉનનો સમાવેશ થાય છે.

ITC હોટેલ્સના ડિવિઝનલ ચીફ એક્ઝિક્યુટિવ અનિલ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ભારતમાં આવેલી ITC હોટેલ્સની આઇકોનિક પ્રોપર્ટીઓના વારસાને આગળ વધારનાર MEMENTOS UDAIPUR એ રાજસ્થાનના સમૃદ્ધ વારસા, ભવ્યતા અને વિવિધરંગી ભાવનાને આપવામાં આવેલું યોગ્ય સન્માન છે.

મમેન્ટોઝ બાય ITC હોટેલ્સ, ઇકાયા, ઉદેપુરના માલિક વિજેન્દ્રસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિશાળ જગ્યામાં ફેલાયેલી MEMENTOS UDAIPUR પ્રોપર્ટી મહેમાનોને પીરસવામાં આવતી એકથી એક ચઢિયાતી વાનગીઓને કારણે આ પ્રદેશની પરંપરાઓનું પ્રતીક બની ગઈ છે.