કલ્યાણ જ્વેલર્સના અમદાવાદમાં પુનર્નિમિત શોરૂમમાં ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન ઉપલબ્ધ
અમદાવાદ: કલ્યાણ જ્વેલર્સે અમદાવાદમાં આંબાવાડીમાં નવા ડિઝાઇન થયેલા શો રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. સૂંપર્ણ નવા શો રૂમમાં અનોખી અને ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન્સ પ્રદર્શિત કરવામાં આવી છે, જે લક્ઝરીયસ અને નવતર અનુભવ, પરંપરાગત ડિઝાઇનની વ્યાપક રેન્જ ઓફર કરે છે. અનોખી શૈલીમાં શો રૂમ લોંચ કરતાં મેગા ધમાકા ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકો મેકિંગ ચાર્જ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર પ્રતિ ગ્રામ રૂ. 500 સુધીનું અને ડાયમન્ડ જ્વેલરીની ખરીદી પર પ્રતિ ગ્રામ રૂ. 1000 સુધીનું ડિસ્કાઉન્ટ 8 ડિસેમ્બર સુધી આ ઓફરનો લાભ ઓફર કરશે.
કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમને જણાવ્યું કે, પુનઃ ડિઝાઇન કરાયેલો શો રૂમ ગ્રાહકોને કલેક્શનની સંપૂર્ણ રેન્જ પૂરી પાડશે, ખાસ કરીને સમકાલીન ડિઝાઇન ધરાવતી વેડિંગ જ્વેલરી લાઇન-મૂહુર્ત અને ઓથેન્ટિક ગુજરાતી જ્વેલરી સમાવતા સંકલ્પ કલેક્શનનો સમાવેશ થાય છે. ગ્રાહકોને ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર કલ્યાણનાં 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનનો પણ લાભ થશે. ગ્રાહકોને ભારતભરમાંથી તૈયાર કરવામાં આવેલા બ્રાઇડલ જ્વેલરી લાઇન મૂહુર્ત ઉપરાંત કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સ તેનાં પોર્ટફોલિયોમાંથી એક લાખ સમકાલીન અને પરંપરાગત ડિઝાઇન્સ રજૂ કરશે અને દૈનિક તથા બ્રાઇડલ વેર અને તહેવારોની મોસમમાં સિલેક્શન્સ ઓફર કરશે. ગુજરાત રાજ્યનાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું કે, ક્લ્યાણ જ્વેલર્સના પુનર્નિમિત શો રૂમનું એસ્થેટિક્સ અને જ્વેલરી ડિઝાઇન્સ ગુજરાતી સંસ્કૃતિ પરથી પ્રેરિત છે.