કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું
બ્રાન્ડ “રુસ્તમજી” અંતર્ગત કાર્યરત રિયલ એસ્ટેટ ડેવલપર કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કીસ્ટોન રિયલ્ટર્સ માઇક્રો માર્કેટ્સમાં કાર્યરત છે તેમાં મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ (યુનિટની સંખ્યામાં એબ્સોર્પ્શનની દ્રષ્ટિએ) પૈકીના એક છે. 31 માર્ચ, 2022 સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“એમએમઆર”)માં તેમણે 32 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા હતા, 12 પ્રોજેક્ટ ચાલુ છે અને 19 પ્રોજેક્ટ આવી રહ્યાં છે, જેમાં વાજબી, મધ્યમ અને સામૂહિક, આકાંક્ષી, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરીઓ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટની રેન્જ સામેલ છે. 31 માર્ચ, 2022 સુધીમાં 20.05 મિલિયન ચોરસ ફીટમાં હાઇ-વેલ્યુ અને વાજબી રહેણાક બિલ્ડિંગ્સ, પ્રીમિયમ ગેટેડ એસ્ટેટ, ટાઉનશિપ, કોર્પોરેટ પાર્ક, રિટેલ સ્પેસ, શાળાઓ, આઇકોનિક લેન્ડમાર્ક અને અન્ય વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેકટ્ વિકસાવ્યાં છે.
આઇપીઓ સાઇઝ | રૂ. 850 કરોડ |
ફ્રેશ ઇશ્યૂ | રૂ. 700 કરોડ |
ઓફર ફોર સેલ | રૂ. 150 કરોડ |
લીડ મેનેજર્સ | એક્સિસ કેપિટલ, ક્રેડિટ સુસ્સી સિક્યોરિટીઝ. |
ઇશ્યૂ ઓબ્જેક્ટિવઃ દેવા ચૂકવણી, સાધારણ કોર્પોરેટ કામગીરી અને ભાવિ પ્રોજેક્ટ્સની આંશિક નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા.