અમદાવાદ, 4 એપ્રિલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શેરબજારમાં 10 સ્ક્રિપ્સ અને 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધરાવે છે. જેમાં શેરબજારમાં કુલ રૂ. 4.3 કરોડનું રોકાણ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3.81 કરોડનું રોકાણ ધરાવે છે. બેન્ક એકાઉન્ટમાં પણ 26.25 લાખની બચત ધરાવતાં હોવાનું તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી એફેડેવિટ પરથી જણવા મળ્યું છે. ગઈકાલે વાયનાડ બેઠક પરથી ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે સંપત્તિ, પ્રોપર્ટી, પેન્ડિંગ કેસો સહિતની અંગત વિગતો જણાવી છે.

રાહુલ ગાંધી 15 માર્ચ, 2024 સુધીમાં રૂ. 15.21 લાખની માર્કેટ વેલ્યૂ ધરાવતા સોવરિન ગોલ્ડ બોન્ડ પર ધરાવે છે. આ સાથે રાહુલની કુલ રૂ. 20.4 કરોડની સંપત્તિ છે. જેમાં 9.24 કરોડની જંગમ અને 11.5 કરોડની સ્થાવર સંપત્તિ સામેલ છે.

વાયનાડ સહિત કેરળમાં લોકસભાની 20 બેઠકો પર મતદાન 26 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાશે. ભાજપ તરફથી કેરળના રાજ્ય મંત્રી કે સુરેન્દ્રને રાહુલ ગાંધી વિરૂદ્ધ ઉમેદવારી પત્ર ભર્યું છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ નેતા એની રાજાને વાયનાડથી મેદાનમાં ઉતાર્યા છે.

રાહુલ ગાંધીનું શેરોમાં રોકાણ

શેરશેરની સંખ્યારોકાણ
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ1474રૂ.42.27 લાખ
બજાજ ફાઇનાન્સ551રૂ. 35.89 લાખ
નેસ્લે ઇન્ડિયા1370રૂ. 35.67 લાખ
એશિયન પેઈન્ટ્સ1231રૂ. 35.29 લાખ
ટાઈટન કંપની897રૂ. 32.59 લાખ
હિન્દુસ્તાન યુનિલીવર1161રૂ. 27.02 લાખ
ICICI Bank2299રૂ. 24.83 લાખ
Divi’s Lab567રૂ. 19.7 લાખ
સુપ્રજીત એન્જિનિયરિંગ4068રૂ. 16.65 લાખ
ગરવારે ટેક્નિકલ508રૂ. 16.43 લાખ

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ

ફંડરોકાણ
HDFC small cap Reg-Gરૂ. 1.23 કરોડ
ICICI Prudential Reg Savings-Gરૂ. 1.02 કરોડ
PPFAS FCF D Growthરૂ. 19.76 લાખ
HDFC MCOP DP GRરૂ. 9.58 લાખ
ICICI EQ&DF F Growthરૂ. 19.03 લાખ