ઓછું જોખમ, સોનાની શુદ્ધતા અને અનુકુળતા, ડિજિટલ ગોલ્ડમાં રુચિ વધારશેઃ નવી સર્વે
બેંગલુરુ, 7 ઓગસ્ટ: ડિજિટલ ગોલ્ડ એ એક અનોખી ઓફર છે જે ગ્રાહકોને આધુનિક અને નવીન સ્વરૂપમાં પરંપરાગત એસેટ ક્લાસમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. નવી દ્વારા ડિજિટલ ગોલ્ડના રોકાણકારો અને બિન-રોકાણકારો વચ્ચે હાથ ધરાયેલો તાજેતરનો અભ્યાસ ભારતમાં તેને અપનાવવાના મુખ્ય કારણો અને ડિજિટલ ગોલ્ડને વ્યાપકપણે અપનાવતા અટકાવતા કેટલાક અવરોધો પર પ્રકાશ પાડે છે.
નવી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાંથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ માટેના ટોચના કારણો નીચે મુજબ છે:
1. સોનું = સારું વળતર
50% લોકોએ રોકાણ કર્યું કારણ કે સોનાએ તાજેતરના ભૂતકાળમાં સારું વળતર આપ્યું છે.
2. ડિજિટલ સોનું = ચોરીનું જોખમ નહીં
39% માને છે કે ઘરે ફિઝીકલ સોનું રાખવા કરતાં ડિજિટલ સોનું ઓછું જોખમી છે- ચોરીની ચિંતા નથી.
3. સૌથી શુદ્ધ સોનું ખરીદવાનો સંતોષ
36% લોકોએ ‘ડિજિટલ ગોલ્ડ’માં તેના શુદ્ધતાના પાસા એટલે કે 24-કેરેટ શુદ્ધ સોનું ખરીદવાની ક્ષમતાને કારણે રોકાણ કર્યું છે.
4. ડિજિટલ સોનું વધુ અનુકૂળ છે
25% ટકા લોકોને ડિજિટલ ગોલ્ડ ઑફર કરતી ઍપ દ્વારા કોઈપણ સમયે ડિજિટલ ગોલ્ડ રોકાણને ખરીદવા, વેચવાની અને ટ્રૅક કરવાની સગવડ પસંદ છે.
નવી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દ્વારા પ્રકાશિત થયા મુજબ, ડિજિટલ ગોલ્ડ રોકાણને અટકાવવામાં ટોચના અવરોધો નીચે પ્રમાણે છે.
1. રોકાણ પ્રક્રિયા અને લાભ વિશે અનિશ્ચિતતા
એપનો વપરાશ નહીં કરતાં 67% લોકો ડિજિટલ સોનામાં રોકાણ કરવાની પ્રક્રિયા અથવા તેનાથી મળતા લાભો વિશે અનિશ્ચિત હતા.
2. ફિઝીકલ સોનાનો ‘સ્પર્શ અને અનુભવ’
જ્વેલર પાસેથી ખરીદેલા સોનાને ‘સ્પર્શી અને અનુભવી શકાય’ છે તેથી 44% લોકો ફિઝીકલ સોનાને પસંદ કરે છે.
3. અન્ય પરિબળો
ડિજિટલ સોનામાં રોકાણ ન કરવાના અન્ય કેટલાક કારણોમાં શેરોની સરખામણીમાં ઓછું વળતર, ઓનલાઈન છેતરપિંડીનો ડર, ડિજિટલ અથવા ફિઝીકલ સોનું ખરીદતી વખતે જીએસટીની વસૂલી (દરેક કારણસર 37%)
નવી દ્વારા કરવામાં આવેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે ડિજિટલ સોનાના ફાયદા વિશે વધુ નાણાકીય સાક્ષરતા લાવવાની અને ગ્રાહકોની સામાન્ય ચિંતાઓ અને પ્રશ્નોને ઉકેલવાની ઘણી જરૂર છે. તેને કારણે સ્વિકૃતિ વ્યાપક બનશે અને ગ્રાહકો આધુનિક, નવીન સ્વરૂપમાં સોનાની કાલાતીત અપીલનો આનંદ માણી શકશે.