L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે તેની બે પેટા કંપનીઓનું મર્જર પૂર્ણ કર્યું
મુંબઈ, 4 ડિસેમ્બર: ઇક્વિટી લિસ્ટેડ હોલ્ડિંગ કંપની L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) તેની પેટાકંપનીઓ L&T ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ), L&T ઇન્ફ્રા ક્રેડિટ લિમિટેડ (એલટીઆઇસીએલ) અને L&T મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડના પોતાનામાં વિલીનીકરણની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી છે. એલટીએફએચ એ અગ્રણી એનબીએફસી છે અને L&T ફાઇનાન્સ બ્રાન્ડ હેઠળ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની શ્રેણી ઓફર કરે છે. એલટીએફએચ હોલ્ડિંગ કંપની હતી જ્યારે એલટીએફ અને એલટીઆઈસીએલ હાઇ વેલ્યુ ડેટ લિસ્ટેડ એન્ટિટી અને ઓપરેટિંગ એન્ટિટી હતી. આ મર્જર સાથે, તમામ ધિરાણ વ્યવસાયો એક જ એન્ટિટી એટલે કે એલટીએફએચ હેઠળ રાખવામાં આવશે અને તે ઇક્વિટી લિસ્ટેડ ઓપરેટિંગ લેન્ડિંગ એન્ટિટી બનશે.
ઉપરોક્ત કંપનીઓના સંબંધિત બોર્ડે જાન્યુઆરી 2023માં સૂચિત મર્જરને મંજૂરી આપી હતી અને શેરધારકો, લેણદારો અને નિયમનકારી/ વૈધાનિક સત્તાવાળાઓ – રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ), નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), અને સ્ટોક એક્સચેન્જ તરફથી જરૂરી મંજૂરીઓ પછી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
વિલીનીકરણ અંગે ટિપ્પણી કરતાં, એલટીએફએચના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, આ વિલીનીકરણ એ ‘રાઇટ સ્ટ્રક્ચર’ વ્યૂહરચનાને અનુરૂપ અમારા દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય વ્યૂહાત્મક પહેલોમાંની એક છે જેને અમારી કંપની છેલ્લા સાત વર્ષથી અમલમાં મૂકી રહી છે; એનબીએફસીની સંખ્યા 8થી ઘટીને 1 થઈ છે.