મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ લોંચ
મુંબઈ, 7 જૂન: મહિન્દ્રા ફાયનાન્સ અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ ફંડે ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ફંડ) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થીમમાં સામેલ કંપનીઓની ઈક્વિટી તથા ઈક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં મુખ્યત્વે રોકાણ કરવાનો છે. આ સ્કીમનો એનએફઓ 31મી મે 2024ના રોજ ખૂલ્યો છે અને 14 જૂન 2024ના રોજ બંધ થશે. અલબત આ સ્કીમ ત્યારબાદ 26 જૂન 2024થી સતત વેચાણ તથા પુનઃખરીદી માટે ફરી વખત ખુલશે.
મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ફંડની રોકાણ સંબંધિત વ્યૂહરચના મેન્યુફેક્ચરિંગ થીમમાં સામેલ હોય તેવી કંપનીઓમાં 80-100 ટકાથી બનેલ પોર્ટફોલિયો રોકાણ પર વિશેષ ભાર આપવાનો છે.
મહિન્દ્રા મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના એમડી અને સીઈઓ એન્થની હેરેડિયાએ જણાવ્યું હતું કે, આ એક ચોક્કસ હેતુ ધરાવતુ એટલે કે થેમેટીક ફંડ છે, જે લાંબા ગાળા માટે ઉપલબ્ધ તકો પર કેન્દ્રીત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)