જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પણ સેન્સેક્સ 215 પોઇન્ટ નેગેટિવ
અમદાવાદઃ ચાર દિન કી ચાંદની…. સળંગ ચાર દિવસના સુધારા બાદ આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડાની ચાલ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ પીછેહટ રહી હોવા છતાં બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3609 પૈકી 1799 સ્ક્રીપ્સમાં સુધારો અને 1668 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો હતો. સેન્સેક્સ સવારે 36 પોઇન્ટના ગેપઅપથી ખુલી થોડી મિનિટો માટે 89 પોઇન્ટ પ્લસ રહ્યા બાદ દિવસ દરમિયાન 327 પોઇન્ટ નીચે ઉતરી ગયા બાદ છેલ્લે 215.26 પોઇન્ટન ઘટાડા સાથે 61000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી 60906.09 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 18100 પોઇન્ટની સપાટી ગુમાવવા સાથે 62.55 પોઇન્ટના ઘટાડા સાથે 18082.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ સેક્ટોરલ્સમાં પણ પીછેહઠ
એક માત્ર મેટલ ઇન્ડેક્સમાં 0.67 ટકાના સુધારાને બાદ કરતાં આઇટી, ટેલિકોમ, ટેકનોલોજી, ઓટો, પાવર, રિયાલ્ટી સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. ઓટો સેક્ટરમાં દિવાળીના તહેવારો છતાં વેચાણો શુષ્ક રહ્યા હોવાના અહેવાલો પાછળ ઓલટાઇમ હાઇ સપાટીથી મોટાભાગના કાઉન્ટર્સમાં પ્રોફીટ સેલિંગ પ્રેશર રહ્યું હતું.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
વિગત | કુલ ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3609 | 1799 | 1668 |
સેન્સેક્સ | 30 | 8 | 21 |
બીએસઇ ખાતે કુલ 121 સ્ક્રીપ્સના ભાવ વર્ષની ટોચે અને 32 સ્ક્રીપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. જ્યારે 13 સ્ક્રીપ્સમાં તેજીની અને 1 સ્ક્રીપમાં મંદીની સર્કિટ વાગી હતી.
TOP-5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
IFCI | 11.98 | +1.94 | +19.32 |
HINDOILEXP | 150.85 | +13.00 | +9.43 |
VAKRANGEE | 33.95 | +2.45 | +7.78 |
KTKBANK | 112.55 | +18.75 | +19.99 |
REDINGTON | 148.10 | +10.70 | +7.79 |
TOP-5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
CHAMBLFERT | 307.95 | -18.25 | -5.59 |
KANSAINER | 467.00 | -16.90 | -3.49 |
LICHSGFIN | 366.90 | -33.50 | -8.37 |
WSTCSTPAPR | 580.65 | -25.25 | -4.17 |
KIRIINDUS | 503.10 | -20.75 | -3.96 |