અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ 11 દિવસની સળંગ તેજીની ચાલ પછી નિફ્ટી-50એ બુધવારે પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપીને હેવી કરેક્શનનો સંકેત આપ્યો છે. ભારત- કેનેડા ટેન્શન ઉપરાંત યુએસ ફેડની વ્યાજદર મિટિંગ પૂર્વે માર્કેટમાં એફઆઇઆઇ સહિતના વર્ગોનું હેવી સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ 19900  પોઇન્ટની અતિ મહત્વની સપાટી તોડવા પ્રયાસ કર્યો હતો. રિલાયન્સ સિક્યુરિટીઝના મત અનુસાર નિફ્ટી માટે હવે 19700- 20100 પોઇન્ટની રેન્જમાં આગામી થોડા દિવસો માર્કેટની વોલેટિલિટી સંકડાયેલી રહે તેવી શક્યતા છે. માર્કેટમાં સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક ટ્રેન્ડ રહેવાની પણ શક્યતા છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટમાંથી ઓવરસોલ્ડ માર્કેટ મોમેન્ટમનો સંકેત આપે છે. તેથી ટ્રેડર્સ અને શોર્ટટર્મ ઇન્વેસ્ટર્સે સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)