માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19409- 19374, રેઝિસ્ટન્સ 19471-19499, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, HINDALCO
અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ દોજી કેન્ડલમાં બંધ આવા સાથે 100 દિવસીય એવરેજની આસપાસ બંધ આપ્યું છે. હાલના લેવલ્સથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી નવા બનાવોની રાહ જોવા સાથે ઉપર કે નીચે જવા માટેની તૈયારી કરી રહ્યા હોય તેવો માહોલ, સાંકડી વધઘટ, સાંકડી વોલેટિલિટીનો ઘાટ સર્જાયો છે. ઉપરમાં નિફ્ટી માટે 19500નું ક્રોસઓવર જોવા મળે તો 19800 સુધીના સુધારાને ચાન્સ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. નિફ્ટી માટે 19409- 19374 મહત્વની ટેકાની સપાટીઓ જ્યારે 19471- 19499 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરીકે વર્તી શકે તેવું ટેકનિકલી જણાય છે.
બેન્ક નિફ્ટી બુધવારે હાયર લેવલ્સ જાળવવામાં નિષ્ફળ જવા સાથે સેકન્ડ હાફમાં પ્રોફીટ બુકિંગના કારણે દિવસ દરમિયાનનો સુધારો ધોવાયો હતો. અને ઇન્ડેક્સ આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ રહ્યો હતો. 43800 પોઇન્ટની ક્રોસઓવર પછી જ માર્કેટનો રિયલ ટ્રેન્ડ ક્લિયર થઇ શકે તેવું હાલના તબક્કે જણાય છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનને ક્રોસ કરી ચૂક્યો છે અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે કે, માર્કેટમાં હાયર બ્રેકઆઉટની શક્યતા જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝની નજરે ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે આઇસીઆઇસીઆઇ બેન્ક અને હિન્દાલકોમાં પોઝિટિવ અને બજાજ ઓટોમાં નેગેટિવ ટ્રેન્ડ જણાઇ રહ્યો છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)