માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24462- 24587, રેઝિસ્ટન્સ 24817- 24917
ટેકનિકલ નિષ્ણાતોના મતે, વધુ નબળાઈને નકારી શકાય નહીં. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 24,600-24,500 આસપાસ છે, 24,100 પર નિર્ણાયક સપોર્ટ સાથે, જ્યારે 24,800 તાત્કાલિક રેઝિસ્ટન્સ જોવા મળી શકે
અમદાવાદ, 5 ઓગસ્ટઃ ગિફ્ટ નિફ્ટિની નેગેટિવ શરૂઆત, ગ્લોબલ જિયોપોલિટિકલ તણાવની સ્થિતિ, વૈશ્વિક શેરબજારમાં અસમંજસ સાથે ઘટાડાની ચાલ જોતાં સોમવારે ભારતીય શેરબજારોમાં પણ ટ્રેન્ડ નેગેટિવ રહેવાની દહેશત સેવાઇ રહી છે. શૂક્રવારે નિફ્ટીએ પાંચ દિવસની નીચી સપાટીએ વીકલી બંધ આપવા સાથે 24560 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, તે મહત્વની 25000 પોઇન્ટની સપાટી જાળવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. દોજી કેન્ડલથી તમામ નીચી સપાટીઓ બ્રેક થયેલી છે અને હવે મહત્વની રેઝિસ્ટન્સ સપાટી 25100 પોઇન્ટની આસપાસ જણાઇ રહી છે. આરએસઆઇ એવરેજલાઇનથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. તે નીચા મથાળે થોડું મોમેન્ટમ ક્રિએટ કરી શકે છે.
નિફ્ટીઃ સપોર્ટ 24462- 24587, રેઝિસ્ટન્સ 24817- 24917
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51089- 50828, રેઝિસ્ટન્સ 51610- 51870
સ્ટોક્સ ટૂ વોચઃ DRREDDYS, TATAMOTORS, HDFCBANK, RELIANCE, JIOFINANCE, ADANIGROUP, SBILIFE, GLENMARKPHARMA, POLYCAB
સેક્ટર્સ ટૂ વોચઃ બેન્કિંગ, ફાઇનાન્સ, રેલવે, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, પસંદગીના પીએસયુ, આઇટી, ટેકનોલોજી, એફએમસીજી
2 ઓગસ્ટના રોજ માર્કેટમાં ગેપ-ડાઉન ઓપનિંગ થયું હતું અને તેણે પાંચ દિવસના સુધારાનો સિલસિલો છીનવીને એક ટકાથી વધુની નેગેટિવ ચાલ નોંધાવી હતી. નિફ્ટી મનોવૈજ્ઞાનિક 25,000 માર્કને ટકાવી રાખવામાં નિષ્ફળ ગયો હતો અને વૈશ્વિક નબળાઈને કારણે 293 પોઈન્ટ ઘટીને 24,718 પર બંધ રહ્યો હતો. ઇન્ડિયા VIXમાં તીવ્ર વધારો થયો હતો અને 22 જુલાઈ પછી પ્રથમ વખત 14 થી ઉપર ચઢ્યો હતો, જે ગયા શુક્રવારે બુલ્સ માટે અગવડતા પેદા કરી હતી. ઇન્ડિયા VIX 12.93 સ્તરથી 10.75 ટકા વધીને 14.32 પર પહોંચી ગયો. જો તે 16 માર્કથી ઉપર ચઢે છે અને ટકાવી રાખે છે, તો બુલ્સને પરિસ્થિતિ વધુ પ્રતિકૂળ લાગી શકે છે.
F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સઃ આદિત્ય બિરલા કેપિટલ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, બિરલાસોફ્ટ, જીએનએફસી, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, ઇન્ડિયા સિમેન્ટ્સ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, આરબીએલ બેંક
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)