MARKET MONITOR FOR NEXT WEEK
શેરબજારોની આગામી સપ્તાહની ચાલ ઉપર અસર કરી શકે આ મહત્વના ફેક્ટર્સ
- આરબીઆઇ મોનેટરી પોલિસી
3-5 ઓગસ્ટ દરમિયાન આરબીઆઇની મોનેટરી પોલિસી બેઠક યોજાઇ રહી છે. જેમાં નિષ્ણાતો એવી ધારણા સેવે છે કે, બેન્ક 25-30 બેઝિસ પોઇન્ટનો વ્યાજદરમાં વધારો કરી શકે છે. - ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતો
ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતો ભારતીય રૂપિયા માટે સતત ચિંતાનો વિષય રહી છે. ડોલર સામે રૂપિયાની નબળાઇ અને ક્રૂડની વધતી કિંમતના કારણે ઘસાયેલો રૂપિયો વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક ઇકોનોમિ ઉપર પ્રેશર વધારી શકે છે. ઓપેક, રશિયા સહિતના મેજર ઉત્પાદકોની બેઠક તા. 3 ઓગસ્ટના રોજ મળી રહી છે. જેમાં સપ્ટેમ્બર સુધી ઓપેક ક્રૂડનું ઉત્પાદન વધારેલી સપાટીએ જાળવી રાખવાની જાહેરાત કરી શકે છે. - 500થી વધુ કંપનીઓના ત્રિમાસિક પરીણામો
આગામી સપ્તાહે 500થી વધુ કંપનીઓ જૂન ક્વાર્ટર માટેના ત્રિમાસિક પરીણામો જાહેર કરી રહી છે. જેમાં Vodafone Idea, InterGlobe Aviation, Siemens, Dabur India, Bosch, One 97 Communications, Zomato, Arvind, Marico, Barbeque-Nation Hospitality, Castrol India, Escorts Kubota, બેંક ઓફ ઈન્ડિયા, દીપક નાઈટ્રાઈટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લેમન ટ્રી હોટેલ્સ, થર્મેક્સ, વોલ્ટાસ, આદિત્ય બિરલા કેપિટલ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગુજરાત ગેસ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, બલરામપુર ચીની મિલ્સ, બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા, ભેલ, બ્લુ સ્ટાર, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ વગેરેનો સમાવેશ થાય છે. - જુલાઇ માસના ઓટો સેલ્સ
જુલાઇ માસ માટેના મેજર કંપનીઓના ઓટો સેલ્સ ઉપર પણ માર્કેટની નજર રહેશે. પેસેન્જર વ્હીકલ્સના આંકડાઓ સારા રહેવાની ધારણા સેવાય છે. 10 ટકા વૃદ્ધિની ધારણા માર્કેટ નિષ્ણાતો મૂકી રહ્યા છે. તે ઉપરાંત ટ્રેક્ટર વેચાણો પણ કૃષિ ક્ષેત્રની કામગીરીનો માપદંડ રજૂ કરશે. - પીએમઆઇ સહિતના ઇકોનોમિક ડેટાની જાહેરાત
જુલાઇ માસ માટેના S&P Global Manufacturing PMI ડેટાની જાહેરાત સોમવારે થશે. જ્યારે S&P Global Services and Composite PMI ડેટાની જાહેરાત બુધવારે થશે. તેજ રીતે જુલાઇના ટ્રેડ ડેફિસિટના આંકડા મંગળવારે અને 29 જુલાઇના અંતે પુરાં થતાં સપ્તાહ માટેના ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સના આંકડાઓ શુક્રવારે જાહેર થશે. - એફઆઇઆઇ વર્સસ ડીઆઇઆઇ ડેટા
વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલીનું આક્રમણ જુનની સરખામણીમાં જુલાઇમાં ખાસ્સું ઓછું રહ્યું છે. જે છેલ્લા 10 માસની સારામાં સારી સ્થિતિ દર્શાવે છે. જુલાઇ માસમાં એફઆઇઆઇએ 21માંથી 8 સેશન્સમાં નેટ ખરીદી નોંધાવી હતી. સામે સ્થાનિક સંસ્થાઓ (મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત)ની સતત ખરીદીનો ટેકો રહ્યો છે. - ગ્લોબલ ઇકોનોમિક ડેટા
- શુક્રવારે યુએસનો અનએમ્પ્લોઇમેન્ટ ડેટા ફોર જુલાઇ જાહેર થશે.
- સોમવારે એસએન્ડપી ગ્લોબલ મેન્યુ. પીએમઆઇ (જુલાઇ), કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ (જૂન)ના ડેટા
- શુક્રવારે જાપાનનો હાઉસહોલ્ડ સ્પેન્ડીંગ ડેટા (જૂન) જાહેર થશે.
- 8. ટેકનિકલ એનાલિસિસ એટ એ ગ્લાન્સ
નિફ્ટીએ 17000 પોઇન્ટનું સાયકોલોજિકલ લેવલ હાંસલ કરી લીધું છે. અને 17033 પોઇન્ટની તેની 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. તે જોતાં હવે 17500- 17800 પોઇન્ટ ઉપર તેજીવાળાઓની નજર રહે તે સ્વાભાવિક છે. જોકે, વચ્ચે વચ્ચે પ્રોફીટ બુકિંગ આવે તો નિફ્ટી 16950- 16800 સુધી જઇ શકે છે. ડેઇલી અને વિકલી ચાર્ટ્સ ઉપર નિફ્ટીએ બુલિશ કેન્ડલની રચના નોંધાવી છે. જ્યારે મન્થલી ચાર્ટ ઉપર બુલિશ ઇન્ગલફીંગ પેટર્ન નોંધાવી છે.