માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી પહેલી 15 મિનિટમાં 19432 પોઇન્ટની સપાટી જાળવી રાખે તે જરૂરી
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ગુરુવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 65508 પોઇન્ટ અને નિફ્ટી 192 પોઇન્ટ ઘટી 19523 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ગેપડાઉન ઓપનિંગ સાથે નિફ્ટીએ 19766 પોઇન્ટ અને 19500 પોઇન્ટની નીચેની સપાટીઓ નોંધાવવા સાથે મહત્વના 50 ઇએમએ લેવલને તોડ્યું છે. માર્કેટ માટે શોર્ટટર્મ રેઝિસ્ટન્સ 19800 પોઇન્ટ હોવાનું સ્ટોક્સ બોક્સ માને છે. નિફ્ટી માટે સપોર્ટ લેવલ 19500 પોઇન્ટ રહેશે.
બેન્ક નિફ્ટીએ પણ ડેઇલી ચાર્ટ ઉપર બીગ નેગેટિવ કેન્ડલની રચના કરી છે. સાથે સાથે બુધવારના હાઇને ટચ કરવામાં નિષ્ફળ ગયો છે. જે સૂચવે છે કે, બેન્ક નિફ્ટી માટે મહત્વની રેઝિસ્ટન્સ સપાટી 45000 પોઇન્ટની રહેશે જ્યારે સપોર્ટ લેવલ 44200 પોઇન્ટનું ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
ટેકનિકલ નિષ્ણાતોના મત મુજબ માર્કેટમાં સુધારાની ચાલ માટે નિફ્ટી પહેલી 15 મિનિટમાં 19432 પોઇન્ટની સપાટી જાળવી રાખે તે જરૂરી રહેશે. જો આ લેવલ તૂટે તો નીચામાં 19320 પોઇન્ટ સુધી નિફ્ટી ઘટવાની શક્યતા નકારી શકાય નહિં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)