મંગળવારે નિફ્ટી-50 એ ગેપઅપ ઓપનિંગ સાથે 17850 પોઇન્ટની પ્રથમ હર્ડલ ક્રોસ કરી હતી. ત્યારબાદ સેકન્ડ હાફમાં ઝડપી ઘટાડામાં 17780નું લેવલ નોંધાવી છેલ્લે 194 પોઇન્ટના ઘટાડે 17816 પોઇન્ટ બંધ રહ્યો છે. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ મુજબ જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે ઇન્ડિસિસિવ દોજી પેટર્ન દર્શાવી છે. મહત્વના ઇન્ડિકેટર્સ નેચરલ બન્યા છે. શોર્ટ ટાઇમ ફ્રેમ ચાર્ટ અનસાર માર્કેટ ઓવરબોટ ઝોન તરફ જવાની શક્યતા છે. નીચામાં 17500- 17400 મહત્વના સાયકોલોજિકલ તેમજ સપોર્ટ લેવલ્સ ગણાવી શકાય. ઉપરમાં 18000 ક્રોસ કરી 3 દિવસ ટકે પછી સુધારાની આગેકૂચ માટેનો માર્કેટમાં વિશ્વાસ સ્થાપિત થાય તેવું હાલના તબક્કે જણાય છે.

NIFTY17816BANK NIFTY41468IN FOCUS
S-117734S-141225SAIL
S-217652S-240981APOLLOTYRE
R-117909R-141695BPCL
R-218002R-241921INDIA CEM

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 41225- 40981 અને રેઝિસ્ટન્સ 41695- 41921.

મંગળવારે ગેપઅપ ઓપનિંગ અને પાછળથી ધબડકો. નેગેટિવ માર્કેટબ્રેડ્થ વચ્ચે પણ 564 પોઇન્ટના ગેઇન સાથે 41468નું લેવલ દેખાડ્યું છે. જે દર્શાવે છે કે માર્કેટ અંડરટોન ધીરે ધીરે સુધરી રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિયર ટર્મ હર્ડલ ઝોન 41000- 41150 પોઇન્ટના લેવલ્સ જણાય છે. તે ક્રોસ થાય તો 41500 જોવા મળી શકે. ડેઇલી ઇન્ડિકેટર્સ નેચરલ જણાય છે. તેની ઉપર 41800- 41850ના લેવલ્સ અને ત્યારબાદ 42000ની શક્યતા જણાય છે. નીચામાં 41150- 41000 મહત્વની ટેકાની સપાટીઓ જણાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)