સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટી તથા ઓટોના માર્જિનમાં 2023માં વિસ્તરણની આશા
અમદાવાદઃ ઈક્વિટી બજારમાં 2022ના નવેમ્બરમાં તેજીમાં હતી તેમાં થોડી પીછેહઠ થઈ છે અને હાલમાં કન્સોલિડેટેડ સ્થિતિમાં છે. 2023માં સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટીતથા ઓટો કંપનીઓના માર્જિનમાં 2023માં વિસ્તરણ જોવા મળશે તેવો મત મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર-બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, પ્રતિક અગ્રવાલ જણાવે છે.
સિમેન્ટ સેક્ટરમાં માગમાં ઉછાળાનો આશાવાદ
હાઉસિંગ તથા માળખાકીય બાંધકામમાં વધારાને જોતા ભારતના સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતામાં નાણાં વર્ષ 2025 સુધીમાં 8થી 10 કરોડ ટન્સનો ઉમેરો જોવા મળશે. માળખાકીય સુધારા, ગ્રામ્ય હાઉસિંગ તથા શહેરીકરણ સિમેન્ટ માગમાં વધારો કરાવતા ત્રણ મુખ્ય પરિબળો હોવાની ધારણાં મુકાઈ રહી છે. માર્ગ બાંધકામ, રેલવેઝ, મેટ્રો, એરપોર્ટસ તથા બંદરો ઊભા કરવાના પ્રોજેકટસ દેશના વિકાસ માટેના વડા પ્રધાનના વિઝનને ટેકો આપી રહ્યા છે. 2024માં સિમેન્ટ માટેની માગ જોરદાર જોવા મળી રહી છે.
ઇ-કોમર્સ કન્ઝયૂમર્સ સેક્ટરની ડિમાન્ડ દમદાર રહેશે
ઉપભોગનો ટ્રેન્ડ જે વર્ષ પહેલા નજરે પડતો હતો તે જળવાઈ રહ્યો છે. ઈ-કોમર્સ ક્ષેત્ર વૃદ્ધિના પંથે છે. આરોગ્ય અને સંભાળ વધારી શકે તેવા પ્રોડકટસને ઉપભોગતા વધુ પસંદ કરી રહ્યા છે. અનેક કંપનીઓ મોટી માત્રામાં કાચા માલની ખરીદી કરી રહી છે અને નવા પૂરવઠેદારો પણ મેળવી રહી છે.
સ્પેશિયાલિટી કેમિકલ્સ તકોને ઝડપવા મૂડીરોકાણના માર્ગે
નીચા શ્રમ ખર્ચ અને કાચા માલની સરળ ઉપલબ્ધતા ભારતની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે એક હકારાત્મક બાબત બની રહી છે. સ્પેશાલિટી કેમિકલ્સ કંપનીઓ આ પરંપરાગત ખર્ચ લાભોથી આગળ વિચારી રહી છે. ભવિષ્યની તકોને ઝડપવા ભારતના કેમિકલ ઉદ્યોગે છેલ્લા એક દાયકામાં મૂડી ખર્ચમાં જોરદાર વધારો કર્યો છે.
ઓટોમોબાઇલ સેક્ટર ફરી એકવાર ટોપ ગિયરમાં
ઈ-કોમર્સ, કૃષિ, માળખાકીય તથા માઈનિંગ પ્રવૃત્તિઓમાં અપેક્ષિત વધારા સાથે વેચાણમાં વૃદ્ધિ જળવાઈ રહેશે. પ્રમાણમાં નીચા વ્યાજદર, નાણાંની સરળ ઉપલબ્ધતા તથા આર્થિક સુધારાને ધ્યાનમાં રાખી અનેક ઓટો કંપનીઓ આગામી થોડાક વર્ષો સુધી રિકવરી ચાલુ રહેવાની આશા રાખી રહી છે. કોમોડિટીના નીચા ભાવથી ભારતીય કંપનીઓના માર્જિન, નફાશક્તિ તથા આઉટલુકમાં આગળ જતા વધારો કરાવશે. કોમોડિટીના ભાવમાં ઘટાડાની સાથોસાથ એફપીઆઈનો આઉટફલોઝ હવે ઈન્ફલોઝમાં રૃપાંતર થશે તેવી એમઓએએમસી ધારણાં રાખે છે.
નીચે જણાવેલા પરિબળો ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશેઃ
- બેન્કસઃ નાણાં વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં બેન્કોના નફામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. મોટાભાગની બેન્કોના એનપીએમાં વધારો જણાતો નથી. ધિરાણ ધોરણ એમસીએલઆર સાથે જોડાયેલ હોવાથી જાહેર ક્ષેત્રની બેન્કોના એનઆઈએમમાં જોરદાર વધારો જોવા મળશે. એનબીએફસીસમાં જ્યાં ફિક્સડ રેટની લોન્સનું સ્તર ઊંચુ હોવાથી તેમને રિ-પ્રાઈસડના કિસ્સામાં લાભ જોવા મળશે.
- કવોલિટી વેપાર પર ધ્યાન આપતી ધિરાણદાર તથા કેમિકલ્સ કંપનીઓ, ઘરઆંગણે ઉત્પાદન ક્ષેત્રમાં નવરચનાથી લાભ મેળવી શકનારી કંપનીઓ, ઈબીડીટા બ્રેકઈવન મેળવવાની તૈયારીમાં છે તેવી ટેક કંપનીઓ, રિટેલર્સ, હોસ્પિટલ ચેઈન્સ તથા નફામાં ચક્રવૃદ્ધિ કરી શકનારી પીએલઆઈ સ્કીમ હેઠળની કંપનીઓ પર એમઓએએમસી ધ્યાન આપી રહી છે.
- ટાયર કંપનીઓ તથા ઓટો એન્સિલિઅરિસના માર્જિનમાં વિસ્તરણ જોવા મળશે. કોમોડિટીના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો. આગળ જતા સ્થિતિ વધુ મજબૂત બનશે. ભાવમાં સ્થિરતા તથા કોમોડિટીસની કિંમતમાં ઘટાડામાંથી જ માર્જિન મેળવવાના રહેતા હોવાથી, વેચાણમાં મંદીના કિસ્સામાં તેની ઉપલબ્ધતા હોવી જરૂરી બની રહે છે.
2023ના વર્ષમાં આશાઓની સામે જોખમો પણ એટલાં જરૂરી
2023નું વર્ષ અનેક આશાઓ લઈને આવ્યું છે પરંતુ અનેક જોખમો પણ રહેલા છે. આગળ જતાં કંપનીઓ માટે માર્જિનમાં વધારો મુખ્ય લક્ષ્ય હશે અને અન્ય ટાર્ગેટની સાથોસાથ તે પણ કામ કરે તે જરૂરી છે. આવનારું બજેટ વિકાસ કેન્દ્રીત હશે તેવી એમઓએએમસી અપેક્ષા રાખે છે. આગામી બજેટ વર્તમાન સરકારનું અંતિમ સંપૂર્ણ સ્તરનું બજેટ હશે. સ્થિર વિકાસ અને માર્જિનમાં સુધારો દેશની બજારના બ્રેડથને સારી જાળવી રાખશે. વેલ્યુએશન્સ ટકી શકે તેવા છે અને વધુ વોલેટાઈલ સ્થિતિ વચ્ચે રોકાણકારો અંદાજિત અર્નિંગ્સ વૃદ્ધિ મેળવી વળતરની આશા રાખી શકે છે.