નિફ્ટી 17300નું રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી નવી ખરીદી માટે રાહ જુઓ
વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવાની કોણીએ ગોળ જેવી જાહેરાત ઓઇલ શેર્સને ઊંચકવામાં નિષ્ફળ
નિફ્ટી-50 જ્યાં સુધી 17300 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી મિડિયમ- લોંગ ટર્મના સુધારાની શક્યતા ધૂંધળી હોવા અંગે વારંવાર ટેકનો- ફન્ડામેન્ટલ એલાસ્ટ્સ ટકોર કરી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોની ડામાડોળ સ્થિતિ, ડોલર સામે રૂપિયામાં સતત નવી નીચી સપાટી, સતત વધી રહેલો ફુગાવો તેમજ વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલી માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર સતત પ્રેશર વધારી રહ્યા છે. પરંતુ સોમવારે સાધારણ બાઉન્સ બેકની સ્થિતિ સાથે નિફ્ટીએ 15800નો પ્રથમ પડાવ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે.
ભારતીય શેરબજારોએ નવા સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે કરી છે. બીએસઇ સેન્સેક્સ ફરી એકવાર 53000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરીને 326.84 પોઇન્ટના સુધારા સાથે 53234.77 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 83.30 પોઇન્ટના સુધારા સાથે 15835.35 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ અનુક્રમે 0.9% અને 0.6% સુધર્યા હતા. બીએસઇ ખાતે એફએમસીજી 2.49 ટકા, ફાઇનાન્સ 0.93 ટકા, બેન્કેક્સ 1.08 ટકા, સ્મોલકેપ 0.59 ટકા અને મિડકેપ 0.82 ટકા સુધારા સાથે રહ્યા હતા. મોટાભાગના સેક્ટોલર્સમાં વોલેટિલિટી એક ટકાથી નીચી રહી હતી.
એનર્જી સ્ટોક્સને એનર્જી ના મળી
મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે જો વૈશ્વિક ક્રૂડના ભાવ વર્તમાન સ્તરોથી $40 પ્રતિ બેરલ જેટલા ઘટશે તો ભારત માત્ર તેલ ઉત્પાદકો અને રિફાઇનર્સ માટેનો તેનો વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચી લેશે. જોકે, તેની એનર્જી સ્ટોક્સ ઉપર ઇફેક્ટ ઓછી જોવા મળી હતી.
સ્ટોક | બંધ | +/-% |
ઓએનજીસી | 126.00 | 3.93 |
રિલાયન્સ | 2413.95 | 0.21 |
એચપીસીએલ | 226.80 | -0.77 |
ગુજરાત ગેસ | 442.95 | -5.03 |
વૈશ્વિક મેક્રો ઇકોનોમિક વલણો, ક્રૂડ ઓઇલના ભાવમાં હલચલ અને FII પ્રવૃત્તિ ત્રિમાસિક કમાણીની સિઝનની શરૂઆત પહેલા બજારોને નિર્ધારિત કરશે.
માર્કેટબ્રેડ્થ એટ એ ગ્લાન્સ
ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
3566 | 2020 (56.66) | 1365 (38.28) |
સેન્સેક્સ (30) | 24 | 6 |