સેન્સેક્સ 1041 પોઇન્ટના ઉછાળા સાથે 56857 પોઇન્ટ, નિફ્ટી 16900 ક્રોસ

  • બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3479 પૈકી 1830 (52.60 ટકા) સ્ક્રીપ્સમાં સુધારો અને 1510 (43.40 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો
  • ગુરુવારે વિદેશી સંસ્થાઓની રૂ. 1637.69 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 600.29 કરોડની નેટ ખરીદી
  • બેન્કિંગ, ફાઇનાન્સ, રિયાલ્ટી, આઇટી- ટેકનોલોજી, મેટલ્સ અને પાવર ઇન્ડાઇસિસમાં તેજીનો કરંટ
  • સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ રોકાણકારોની સ્ટોક સ્પેસિફિક લાંબાગાળાની ખરીદીનો પ્રવાહ જોવાયો

ગુરુવારે વિવિધ સેક્ટોરલ્સની ચાલ એક નજરે

IndexCLOSE+/-+/ %52 W H52 WL
Finance8,006.97173.182.219,167.156,912.70
Healthcare22,666.3968.220.3026,979.0520,847.55
IT28,993.73709.852.5138,713.3026,827.24
Telecom1,607.17-6.02-0.371,971.511,429.64
 AUTO28,361.68105.650.3729,111.0621,083.49
BANKEX43,058.71729.361.7247,877.4936,888.40
CG29,462.88192.840.6631,269.3023,074.35
CD38,995.84251.610.6547,439.9633,420.21
 METAL17,391.55317.431.8623,742.9914,853.05
 OIL- GAS18,587.43122.410.6620,462.2115,337.14
POWER4,496.6747.181.064,961.372,582.54
REALTY3,557.2170.782.034,464.312,913.52
 TECK13,207.55283.672.1917,054.4812,251.89

જુલાઇ માસમાં સેન્સેક્સની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી

DateOpenHighLowClose
30/06/202252,897.1653,377.5452,883.2553,018.94
1/07/202252,863.3453,053.0452,094.2552,907.93
4/07/202252,851.6753,301.9952,674.8153,234.77
5/07/202253,501.2153,865.9353,054.3053,134.35
6/07/202253,170.7053,819.3153,143.2853,750.97
7/07/202254,146.6854,254.7953,927.2654,178.46
8/07/202254,574.4354,627.1454,278.7754,481.84
11/07/202254,248.6054,527.9054,090.5354,395.23
12/07/202254,219.7854,236.4953,824.9753,886.61
13/07/202254,210.1054,211.2253,455.2653,514.15
14/07/202253,688.6253,861.2853,163.7753,416.15
15/07/202253,637.8853,811.3753,361.6253,760.78
18/07/202254,069.3054,556.6654,034.9754,521.15
19/07/202254,251.8854,817.5254,232.8254,767.62
20/07/202255,486.1255,630.2655,298.2355,397.53
21/07/202255,391.9355,738.4955,270.7555,681.95
22/07/202255,800.8456,186.0555,685.4556,072.23
25/07/202255,877.5056,018.0955,537.0855,766.22
26/07/202255,834.3855,834.3855,203.4355,268.49
27/07/202255,258.2955,853.0955,157.9955,816.32
28/07/202256,267.5556,914.2256,236.4556,857.79

જુલાઇ માસમાં સેન્સેક્સ 3839 પોઇન્ટની રિકવરી મેળવી, 56000 ક્રોસ

20માંથી 11 ટ્રેડિંગ દિવસ સેન્સેક્સની સપાટીએ પોઝિટિવ બંધ રહ્યોસેન્સેક્સમાં જુલાઇ માસ દરમિયાન 52,094થી 56,914 પોઇન્ટ વચ્ચે વોલેટિલિટી રહી
19.37 લાખ કરોડની વૃદ્ધિ સાથે BSE MCAP રૂ. 263.11 લાખ કરોડે પહોંચ્યુંનિફ્ટી પણ સતત સુધારા સાથે 17000થી માત્ર 70 પોઇન્ટ દૂર

શેરબજારોમાં સુધારા માટેના સંગીન કારણો

  1. યુએસ ફેડની વ્યાજદર નીતિ બજારની ધારણા મુજબ રહેતાં યુએસ સહિતના વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ
  2. યુએસ ફેડે 100 બીપીએસની ધારણા સામે 75 બીપીએસનો વધારો કર્યો તેની વૈશ્વિક શેરબજારો ઉપર પોઝિટિવ અસર રહી.
  3. જૂન મહિનામાં 6.4 અબજ ડોલરની વેચવાલી સામે જુલાઇમાં એફઆઇઆઇ 1.46 કરોડ ડોલરની જ વેચવાલી જોવા મળી
  4. નિફ્ટીએ 16500 પોઇન્ટ કુદાવવા સાથે હવે 17025- 17100ની 200-day SMA રેઝિસન્ટન્સ નજીક અડ્ડો જમાવ્યો