માર્કેટબ્રેડ્થ અને મુખ્ય સેક્ટોરલ્સ નેગેટિવ છતાં ટ્રેન્ડ પોઝિટિવ
છ દિવસની સળંગ મંદી બાદ સેન્સેક્સ 287 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15350 પોઇન્ટ

સળંગ છ દિવસની મંદીમાં 3960 પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યા બાદ બીએસઇ સેન્સેક્સમાં આજે 287.42 પોઇન્ટનો સુધારો નોંધાવા સાથે સેન્સેક્સ 51597.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 56.65 પોઇન્ટના સુધારા સાથે 15350.15 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એક તબક્કે ઘટાડામાં 15191.10 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોવાની ખૂબી એ છે કે, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ- એનર્જી, પાવર, રિયાલ્ટી, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડાઇસિસમાં એકથી ચાર ટકા સુધીનું કરેક્શન આગળ વધ્યું હતું. એટલુંજ નહિં, બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3578 પૈકી 618 સ્ક્રીપ્સમાં સુધારા સામે 2812 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હોવા છતાં માર્કેટમાં જોવા મળેલો સુધારો બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સને આભાસી લાગી રહ્યો છે. એટલુંજ નહિં શોર્ટ- મિડિયમ ટ્રેન્ડ હજી સાવચેતી સાથે નેગેટિવ જણાઇ રહ્યો છે.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ
સેન્સેક્સ પેકની કુલ 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં સુધારો અને 13 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી સુધરવામાં એચડીએફસી ટ્વીન્સ, એચયુએલ, અલ્ટ્રાટેક, એશિયન પેઇન્ટ અને વીપ્રો- ઇન્ફોસિસ મુખ્ય રહ્યા હતા. જ્યારે ઘટવામાં તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી અને રિલાયન્સ મુખ્ય રહ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, બીએસઇ માર્કેટકેપ પણ શુક્રવારની સરખામણીએ 1.91 લાખ કરોડ ઘટી રૂ. 234.87 લાખ કરોડની સપાટીએ રહ્યું છે.
કુલ ટ્રેડેડ 3578 | સુધર્યા 618 | ઘટ્યા 2812 |
સેન્સેક્સ | સુધર્યા 17 | ઘટ્યા 13 |
એફપીઆઇ વર્સસ ડીઆઇઆઇ
વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે નેટ વેચવાલીનુંપ્રમાણ સાધારણ ઘટવા સામે સ્થાનિક સંસ્થાઓની ખરીદી પણ થોડી ધીમી પડી હતી.
એફપીઆઇ | -1217.12 | ડીઆઇઆઇ | +2093.39 |
નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર હેમર કેન્ડલસ્ટીકની રચના
છ દિવસમાં સાત ટકા ઉપરાંત ઘટાડા બાદ સોમવારે નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ રિવર્સલ પેટર્ન સાથે હેમર કેન્ડલસ્ટીક દર્શાવી છે. જેમાં કોઇ અપર શેડો નથી. એક સ્મોલબોડી અને લોંગ લોઅર શેડો. જે દર્શાવે છે કે, માર્કેટ સપોર્ટ લેવલને ટચ કરીને પાછું ફર્યું છે. ટેકનિકલી નિફ્ટી માટે 15600 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ બની રહેશે.