MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24226-24166, રેઝિસ્ટન્સ 24328- 24370
અમદાવાદ, 4 જુલાઇઃ બુધવારે પણ તેજીવાળાઓના વર્ચસ્વ વચ્ચે નિફ્ટીએ 24309 પોઇન્ટની નવી ઊંચાઇ હાંસલ કરી હતી અને પોઝિટિવ મોમેન્ટમ સાથે તમામ સેક્ટર્સમાં ઓલટાઇણ હાઇની સ્થિતિ જોવા મળી હતી. હાયર રેન્જ કોન્સોલિડેશન અને સ્ટ્રોંગ મૂવમેન્ટ કન્ટિન્યૂ રહેવા સાથે આરએસઆઇ એવરેજિસથી ઊપર રમી રહ્યો છે. સાથે સાથે નવી રેન્જ સ્થાપી રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સનો મુખ્ય આધાર હવે નિફ્ટીની 24500 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા ઉપર રહેશે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દ્વારા સૂચવાયું છે.
બુલ્સે દલાલ સ્ટ્રીટ પરનો અંકુશ પાછો મેળવવા સાથે બેન્ચમાર્કને 3 જુલાઈના રોજ નવી બંધ ઊંચાઈ પર લઈ ગયા હતા. નિફ્ટીએ 24,287 પર 163 પોઈન્ટ બંધ થતાં પહેલાં 24,300ની સપાટી હાંસલ કરી હતી. જો ઇન્ડેક્સ 24,200 પોઇન્ટની સપાટી જાળવી રાખશે તો આગામી સત્રોમાં 24,500 પોઇન્ટના ટાર્ગેટને નકારી શકાય નહીં. જોકે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે 24000ના માર્ક પર સપોર્ટ સાથે કોન્સોલિડેશનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રેડિં સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે પોઝિટિવ નોટ સાથે ખુલે તેવી શક્યતા છે, GIFT નિફ્ટી સવારે 24,455 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે બંધ સમયે, સેન્સેક્સ 545.35 પોઈન્ટ અથવા 0.69 ટકા વધીને 79,986.80 પર અને નિફ્ટી 162.65 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 24,286.50 પર હતો.
નિફ્ટીઃ સપોર્ટ 24226-24166, રેઝિસ્ટન્સ 24328- 24370
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52629- 52169, રેઝિસ્ટન્સ 53403- 53717
સ્ટોક્સ ટૂ વોચઃ BAJAJAUTO, PNB, DABUR, IREDA, PROTEAN, MAZDOCK, BDL, YATHARTH, JIOFI, COCHINSHIP, BEL, DATAPATTERN
સેક્ટર્સ ટૂ વોચઃ METALS, ENERGY, FINANCE, PSU, IT-TECHNOLOGY
ઇન્ડિયા VIX અસ્થિરતામાં વધુ ઘટાડો થયો, જેનાથી તેજીને વધુ વેગ મળ્યો. ઇન્ડિયા VIX 3.19 ટકા ઘટીને 13.21 થયો, જે 21 જૂન પછીનું સૌથી નીચું બંધ સ્તર છે.
F&O પ્રતિબંધમાં સ્ટોકઃ હિન્દુસ્તાન કોપર, ઇન્ડિયા સિમેન્ટ્સ અને F&O પ્રતિબંધમાંથી હટાવ્યાઃ ઇન્ડસ ટાવર્સ
એફઆઇઆઇ વર્સસ ડીઆઇઆઇઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ 3 જુલાઈના રોજ રૂ. 5,483.63 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 924 કરોડની ઇક્વિટી વેચી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)