MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.260નો ઘટાડો
મુંબઈ, 9 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.53,017.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,730.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43281.54 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,262 અને નીચામાં રૂ.70,877ના મથાળે અથડાઈ, રૂ.36 વધી રૂ.71,163ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.57,524 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.7,016ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.71,151ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદામાં રૂ.576નો ઉછાળો
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,119ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,706 અને નીચામાં રૂ.83,100ના મથાળે અથડાઈ, રૂ.576 વધી રૂ.83,570ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.562 વધી રૂ.83,448 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.561 વધી રૂ.83,435 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.856.90ના ભાવે ખૂલી, રૂ.1.15 ઘટી રૂ.853.85 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.231.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.193ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.232.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.193.45 જસત-મિની મે વાયદો રૂ.1.60 ઘટી રૂ.256.40 બોલાઈ રહ્યો હતો.
સોનાના વાયદામાં રૂ.36 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.57ની વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,623ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,675 અને નીચામાં રૂ.6,623ના મથાળે અથડાઈ, રૂ.57 વધી રૂ.6,644 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.58 વધી રૂ.6,643 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.183ના ભાવે ખૂલી, રૂ.0.10 ઘટી રૂ.182.40 અને નેચરલ ગેસ-મિની મે વાયદો કોઈ ફેરફાર વગર 182.5 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.5.42 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,520ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,520 અને નીચામાં રૂ.57,320ના મથાળે અથડાઈ, રૂ.260 ઘટી રૂ.57,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.942 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.9,730 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 43,282 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,310.62 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,800.87 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.691.26 કરોડનાં 18,639 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.926.90 કરોડનાં 54,545 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.120.66 કરોડનાં 1,804 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.21.55 કરોડનાં 462 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.451.84 કરોડનાં 2,114 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.399.97 કરોડનાં 6,016 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.33 કરોડનાં 12 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.28 કરોડનાં 97 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)