સોના-ચાંદી, ક્રૂડ તેલ વાયદામાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,249 સોદાઓમાં કુલ રૂ.16,991.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8423.7 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8550.68 કરોડનો હતો.

ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 257 વધી રૂ. 52565

સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,509ના ભાવે ખૂલી, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 વધી રૂ.52,565ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.219 વધી રૂ.42,310 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.5,229 હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,464ના ભાવે ખૂલી, રૂ.153 વધી રૂ.52,510 હતો. ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,356ના ભાવે ખૂલી પ્રથમ સત્ર સુધીમાં રૂ.571 વધી રૂ.61,722 હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.155 વધી રૂ.61,910 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.361 વધી રૂ.61,971 રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં સુધારાની ચાલ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.3.95 વધી રૂ.210.20 અને જસત નવેમ્બર વાયદો રૂ.0.90 વધી રૂ.264ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.674.75 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.194ના ભાવ થયા હતા.

ક્રૂડ ડિસેમ્બર વાયદો રૂ. 128 વધી રૂ. 6550

એનર્જી સેગમેન્ટના વાયદાઓ પૈકી ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,455ના ભાવે ખૂલી, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.128 વધી રૂ.6,550 હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.20 ઘટી રૂ.584.30 બોલાઈ રહ્યો હતો.

કોટન વાયદો વધુ રૂ.340 વધ્યો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓ પૈકી કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.33,100 ખૂલી, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી રૂ.33,430 હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 ઘટી રૂ.943.40 થયો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ એટ એ ગ્લાન્સ

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે MCX પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,286.675 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 700.829 ટન, ક્રૂડ તેલમાં 1524600 બેરલ અને નેચરલ ગેસમાં 8940000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 80925 ગાંસડી, મેન્થા તેલમાં 457.56 ટનના સ્તરે રહ્યો હતો.

કોલ ઓપ્શન્સ એટ એ ગ્લાન્સ

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.286 ખૂલી, રૂ.54.40 વધી રૂ.323.50 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.52.10 ખૂલી, રૂ.3.25 ઘટી રૂ.54.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.68 ખૂલી, રૂ.6 વધી રૂ.69 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.515.50 ખૂલી, રૂ.48.50 વધી રૂ.517 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,663 ખૂલી, રૂ.22 ઘટી રૂ.1,705.50 થયો હતો.

પુટ ઓપ્શન્સ એટ એ ગ્લાન્સ

ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.323.70 ખૂલી, રૂ.69.60 ઘટી રૂ.271.40 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.43.20 ખૂલી, રૂ.2.30 વધી રૂ.41.45 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.445.50 ખૂલી, રૂ.15.50 ઘટી રૂ.441 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,299.50 ખૂલી, રૂ.105 ઘટી રૂ.1,218 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.48.50 ખૂલી, રૂ.6.50 વધી રૂ.56 થયો હતો.