MCX: સોના-ચાંદીમાં સુધારાની આગેકૂચ, ક્રૂડ- કોટન પણ સુધર્યા
મુંબઈઃ બુલડેક્સ વાયદો 164 પોઇન્ટ સુધર્યો હતો. સોના- ચાંદી વાયદામાં સુધારાની ચાલ આગળ વધી હતી. ક્રૂડ તેલ અને કોટનમાં પણ સુધારાની ચાલ રહી હતી. જોકે, મેન્થા તેલમાં નરમાઇની ચાલ રહી હતી.
સોનું ડિસેમ્બર વાયદો રૂ. 487 સુધરી 52967ની સપાટીએ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,838ના ભાવે ખૂલી પ્રથમ સત્ર સુધીમાં રૂ.487 વધી રૂ.52,967 હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.241 વધી રૂ.42,665 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.5,257 હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,768ના ભાવે ખૂલી, રૂ.451 વધી રૂ.52,885ના સ્તરે હતો. ચાંદી ડિસેમ્બર વાયદો રૂ.63,281 ખૂલી રૂ.817 વધી રૂ.63,057 રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.929 વધી રૂ.64,491 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.926 વધી રૂ.64,514 રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદામાં સામ- સામા રાહ
એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.211.35 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.15 વધી રૂ.270ના ભાવ થયા હતા. તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.685.25 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.185 હતા.
ક્રૂડ- નેચરલ ગેસમાં ધીમો સુધારો
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,574ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6,637 અને નીચામાં રૂ.6,512ના મથાળે અથડાઈ રૂ.38 વધી રૂ.6,609 હતો, નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 વધી રૂ.569.30 રહ્યો હતો.
કોટન વાયદામાં 630નો સુધારો મેન્થા તેલમાં ઘટાડો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો રૂ.630 વધી રૂ.32,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.952 થયો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,710ના સ્તરે ખૂલી, 164 પોઈન્ટ વધી 14,783ના સ્તરે હતો.