અમદાવાદ હાજર બજારના ભાવો (22-6-2023)

ચાંદી ચોરસા69000- 70000
ચાંદી રૂપું68800- 69800
સિક્કા જૂના700-900
999 સોનું60300- 60600
995 સોનું60100- 60400
હોલમાર્ક59390

મુંબઈ, 22 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58613ના ભાવે ખૂલી દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58663 અને નીચામાં રૂ.58444ના મથાળે અથડાઈ પ્રથમ સત્ર સુધીમાં રૂ.181 ઘટી રૂ.58533ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.47701 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.5840ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.136 ઘટી રૂ.58494ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાના વાયદામાં રૂ.181, ચાંદીમાં રૂ.382 ઘટ્યા

વિવિધ કોમોડિટી વાયદા ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 370669 સોદાઓમાં કુલ રૂ.26651.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8094.44 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 18531 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 83829 સોદાઓમાં રૂ.4862.87 કરોડનાં કામકાજ થયાં હતાં. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68870ના ભાવે ખૂલી દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68942 અને નીચામાં રૂ.68406ના મથાળે અથડાઈ પ્રથમ સત્ર સુધીમાં રૂ.382 ઘટી રૂ.68865ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.371 ઘટી રૂ.68970 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.410 ઘટી રૂ.68950 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જૂન વાયદો રૂ.732.85ના ભાવે ખૂલી રૂ.0.95 વધી રૂ.733.25 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.201.75 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.202 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.183.85 જસત-મિની જૂન વાયદો રૂ.1.40 વધી રૂ.218.75 બોલાઈ રહ્યો હતો. 12349 સોદાઓમાં રૂ.1447.14 કરોડના વેપાર થયા હતા.

મેન્થા તેલ ઢીલુ બુલડેક્સ વાયદામાં રૂ.26 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5940ના ભાવે ખૂલી દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5966 અને નીચામાં રૂ.5825ના મથાળે અથડાઈ પ્રથમ સત્ર સુધીમાં રૂ.119 ઘટી રૂ.5834 બોલાયો હતો જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.116 ઘટી રૂ.5839 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.212ના ભાવે ખૂલી રૂ.1.40 વધી રૂ.212.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 1.5 વધી 212.2 બોલાઈ રહ્યો હતો. 46368 સોદાઓમાં રૂ.1726.47 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.320 ગબડ્યો નેચરલ ગેસમાં સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56500ના ભાવે ખૂલી દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56600 અને નીચામાં રૂ.56260ના મથાળે અથડાઈ પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 ઘટી રૂ.56360ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.30 ઘટી રૂ.881.80 બોલાયો હતો. રૂ.57.96 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8094 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 18531 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1770.56 કરોડનાં 3023.399 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3092.31 કરોડનાં 446.921 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.823.23 કરોડનાં 1398210 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.903.24 કરોડનાં 41637750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.159.15 કરોડનાં 7838 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.44.40 કરોડનાં 2411 ટન તાંબાના વાયદાઓમાં રૂ.813.60 કરોડનાં 11068 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.429.99 કરોડનાં 19663 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.30.75 કરોડનાં 5376 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.27.21 કરોડનાં 303.12 ટનનાં કામકાજ થયાં હતાં.