મુંબઈ, 25 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,53,081 સોદાઓમાં કુલ રૂ.22,460.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,572.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13829.81 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 66,436 સોદાઓમાં રૂ.5,341.34 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,955 અને નીચામાં રૂ.59,651ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.59,860ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.48,191 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.6,013ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.59,887ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીનો વાયદો રૂ.343 ઘટ્યો, ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક ઘટાડો

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,841ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,151 અને નીચામાં રૂ.70,622ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.343 ઘટી રૂ.70,743ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.350 ઘટી રૂ.70,846 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.342 ઘટી રૂ.70,839 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 18,806 સોદાઓમાં રૂ.1,702.19 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.695.70ના ભાવે ખૂલી, રૂ.3.15 વધી રૂ.696.70 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.207.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.3.40 ઘટી રૂ.204ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.207.95 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.180.95 જસત-મિની મે વાયદો રૂ.3.60 ઘટી રૂ.203.20 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ, મેન્થા તેલ ઢીલું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 39,880 સોદાઓમાં રૂ.1,509.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,152ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,159 અને નીચામાં રૂ.6,044ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.62 ઘટી રૂ.6,049 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.62 ઘટી રૂ.6,051 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.200ના ભાવે ખૂલી, રૂ.1.40 ઘટી રૂ.195.70 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.4 ઘટી 195.7 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.18.81 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,780 અને નીચામાં રૂ.57,020ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.400 ઘટી રૂ.57,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.80 ઘટી રૂ.944.60 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,572 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13829 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,130.80 કરોડનાં 5,228.340 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,210.54 કરોડનાં 311.183 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.621.41 કરોડનાં 10,18,680 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.888.30 કરોડનાં 4,21,04,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.181.65 કરોડનાં 8,790 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.39.19 કરોડનાં 2,146 ટન તાંબાના વાયદાઓમાં રૂ.852.81 કરોડનાં 12,205 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.628.54 કરોડનાં 30,318 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.79 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.02 કરોડનાં 52.56 ટનનાં કામકાજ થયાં હતાં.