MCX DAILY REPORT : સોનાના વાયદામાં રૂ.202ની વૃદ્ધિ અને ચાંદી વાયદા માં રૂ.33 નરમ
મુંબઈ, 25 સપ્ટેમ્બરઃ 2024 કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.57969.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13497.95 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44469.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18901 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1128.48 કરોડનું થયું હતું.

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9481.80 કરોડનાં કામકાજઃકીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9481.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75101ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76000 અને નીચામાં રૂ.75000ના સ્તરને સ્પર્શી, રૂ.75003ના આગલા બંધ સામે રૂ.202 વધી રૂ.75205ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.754 વધી રૂ.61061ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.126 વધી રૂ.7433ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.229 વધી રૂ.75115ના ભાવે બોલાયો હતો.

બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18901 પોઈન્ટના સ્તરે:
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.92300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92400 અને નીચામાં રૂ.91541ના મથાળે અથડાઈ, રૂ.92393ના આગલા બંધ સામે રૂ.33 ઘટી રૂ.92360ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.13 વધી રૂ.92227ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.2 વધી રૂ.92221ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1960.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.3.45 વધી રૂ.826.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો 25 પૈસા ઘટી રૂ.272.7ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.1.45 ઘટી રૂ.230ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 40 પૈસા વધી રૂ.180.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ વાયદો રૂ.85 નરમ અને કોટન-ખાંડી વાયદો રૂ.570 વધ્યોઃ
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2090.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5960ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6004 અને નીચામાં રૂ.5885ના સ્તરને સ્પર્શી, રૂ.5983ના આગલા બંધ સામે રૂ.85 ઘટી રૂ.5898ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.84 ઘટી રૂ.5906ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.3 વધી રૂ.216.2ના સ્તરે પહોંચ્યો હતો.

મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ
નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.2 વધી રૂ.216.1ના ભાવ થયા હતા. કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.924ના ભાવે ખૂલી, રૂ.2.1 ઘટી રૂ.922.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.570 વધી રૂ.57500ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 770.20 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1320.41 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 7.22 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 8.74 કરોડનાં કામ થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં રૂ.13497.95 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44469.29 કરોડનું ટર્નઓવરઃ
એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5486.76 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3995.04 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1209.74 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 219.49 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 73.83 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 457.83 કરોડનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)