MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.288 અને ચાંદીમાં રૂ.443નો ઉછાળો
મુંબઇ, 18 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,772.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,908.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5863.20 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.74,364ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,458 અને નીચામાં રૂ.74,339ના મથાળે અથડાઈ, રૂ.288 વધી રૂ.74,425ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.263 વધી રૂ.60,042 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.7,305ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.290 વધી રૂ.74,214ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.1.05 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.92,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.92,426 અને નીચામાં રૂ.92,250ના મથાળે અથડાઈ, રૂ.443 વધી રૂ.92,385ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.425 વધી રૂ.92,330 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.442 વધી રૂ.92,330 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.841.65ના ભાવે ખૂલી, રૂ.2.15 ઘટી રૂ.838.25 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.222.50 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.266ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.224.25 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.189.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.80 ઘટી રૂ.266.25 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની તેજી, નેચરલ ગેસ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,975 અને નીચામાં રૂ.6,943ના મથાળે અથડાઈ, રૂ.60 વધી રૂ.6,971 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.58 વધી રૂ.6,970 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.171ના ભાવે ખૂલી, રૂ.0.50 ઘટી રૂ.170 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 0.6 ઘટી 170 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 વધી રૂ.953 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,909 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5,863 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.538.39 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.639.78 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.174.41 કરોડનાં 4,402 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.272.43 કરોડનાં 17,716 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.17.63 કરોડનાં 293 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.9.38 કરોડનાં 131 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.235.40 કરોડનાં 1,122 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.46.66 કરોડનાં 728 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.3.59 કરોડનાં 104 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)