MCX: સોનાના વાયદા રૂ.116 અને ચાંદીમાં રૂ.130નો સુધારો
મુંબઈ, 24 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,622.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,326.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5292.14 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,716ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,763 અને નીચામાં રૂ.71,646 ના મથાળે અથડાઈ, રૂ.116 વધી રૂ.71,700ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.71 વધી રૂ.58,228 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.63 વધી રૂ.7,060ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.71,491ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,176ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,455 અને નીચામાં રૂ.88,909 ના મથાળે અથડાઈ, રૂ.130 વધી રૂ.89,269 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.14 ઘટી રૂ.88,951 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.94 વધી રૂ.89,027 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.4.07 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.846ના ભાવે ખૂલી, રૂ.1.90 ઘટી રૂ.845.30 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.231.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.190ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.263ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.232.25 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.188.90 જસત-મિની જૂન વાયદો રૂ.0.35 ઘટી રૂ.261.95 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,738ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,751 અને નીચામાં રૂ.6,700 ના મથાળે અથડાઈ, રૂ.1 વધી રૂ.6,747 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.3 વધી રૂ.6,751 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.224ના ભાવે ખૂલી, રૂ.2.10 ઘટી રૂ.223.80 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.1 ઘટી 223.8 બોલાઈ રહ્યો હતો.
કોટન–ખાંડી, મેન્થા તેલ વધ્યા, નેચરલ ગેસ ઢીલુ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,800 અને નીચામાં રૂ.57,800 ના મથાળે અથડાઈ, રૂ.20 વધી રૂ.57,800ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.906.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.2,326 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5,292 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.634.44 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,096.67 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.33.36 કરોડનાં 1,151 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.129.82 કરોડનાં 6,534 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.38.34 કરોડનાં 688 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.14.16 કરોડનાં 230 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.300.01 કરોડનાં 1,416 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.97.48 કરોડનાં 1,363 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..28 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.58 કરોડનાં 78 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)