MCX: સોનાના વાયદામાં રૂ.257 અને ચાંદીમાં રૂ.766નો ઉછાળો
મુંબઇ, 9 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,926.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,036.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2889.52 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,578ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,598 અને નીચામાં રૂ.72,525 ના મથાળે અથડાઈ, રૂ.257 વધી રૂ.72,590ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.58,627 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.7,178ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.210 વધી રૂ.72,542ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.0.66 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.92,799ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,450 અને નીચામાં રૂ.92,799 ના મથાળે અથડાઈ, રૂ.766 વધી રૂ.93,380 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.751 વધી રૂ.93,303 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.738 વધી રૂ.93,276 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસમાં સુધારો, મેન્થા તેલ ઢીલુ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.867.75ના ભાવે ખૂલી, રૂ.3.75 વધી રૂ.873.55 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.233.10 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.190ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.234.35 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.189.90 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.95 વધી રૂ.272.40 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.18 નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,851ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,863 અને નીચામાં રૂ.6,851 ના મથાળે અથડાઈ, રૂ.18 ઘટી રૂ.6,860 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.19 ઘટી રૂ.6,860 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.198ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.199 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1.1 વધી 199 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.90 ઘટી રૂ.967.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,037 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 2,890 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.291.29 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.503.93 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.43.92 કરોડનાં 1,307 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.56.38 કરોડનાં 3,934 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.12.74 કરોડનાં 183 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.10.56 કરોડનાં 176 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.81.20 કરોડનાં 372 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.41.70 કરોડનાં 550 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.3.53 કરોડનાં 101 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)