અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 13 જુલાઇ -23)

ચાંદી ચોરસા72000- 73000
ચાંદી રૂપું71800- 72800
સિક્કા જૂના700- 900
999 સોનું60700- 61200
995 સોનું60500- 61000
હોલમાર્ક59975

મુંબઈ, 13 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,84,764 સોદાઓમાં કુલ રૂ.25,571.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,863.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18696.23 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 60,564 સોદાઓમાં રૂ.4,647.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,360 અને નીચામાં રૂ.59,167ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.84 વધી રૂ.59,272ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.47,872 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.5,906ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.92 વધી રૂ.59,205ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,685ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,159 અને નીચામાં રૂ.73,593ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.542 વધી રૂ.74,088ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.562 વધી રૂ.73,985 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.557 વધી રૂ.73,994 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 10,753 સોદાઓમાં રૂ.1,146.45 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.728.95ના ભાવે ખૂલી, રૂ.5.25 વધી રૂ.733.60 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.201.80 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.220ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.201.75 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182.90 જસત-મિની જુલાઈ વાયદો રૂ.3.25 વધી રૂ.220 બોલાઈ રહ્યો હતો.

સોનું, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 27,251 સોદાઓમાં રૂ.1,059.48 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,247 અને નીચામાં રૂ.6,213ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 વધી રૂ.6,227 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.12 વધી રૂ.6,227 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.216.40 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1.6 ઘટી 216.7 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.140 નરમ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.9.97 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 ઘટી રૂ.56,740ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8 ઘટી રૂ.880.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,863 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18696 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,232.31 કરોડનાં 3,759.283 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,414.87 કરોડનાં 326.519 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.538.24 કરોડનાં 863,950 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.521.24 કરોડનાં 23,988,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.144.16 કરોડનાં 7,179 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.51.35 કરોડનાં 2,809 ટન તાંબાના વાયદાઓમાં રૂ.549.87 કરોડનાં 7,523 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.401.07 કરોડનાં 18,316 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3 કરોડનાં 528 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.97 કરોડનાં 78.48 ટનનાં કામકાજ થયાં હતાં.