મુંબઈ, 21 ઓક્ટોબર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 60,24,095 સોદાઓમાં કુલ રૂ.5,58,346.70 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,766.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 443434.27 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,13,525 સોદાઓમાં રૂ.73,474.82 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.57,970ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,375 અને નીચામાં રૂ.57,931 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,400ના ઉછાળા સાથે રૂ.60,318ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,739 વધી રૂ.48,186 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.146 વધી રૂ.5,947ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,322 વધી રૂ.59,935ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.69,365ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,745 અને નીચામાં રૂ.69,297 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,542ના ઉછાળા સાથે રૂ.71,616 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,540 વધી રૂ.71,698 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,512 વધી રૂ.71,704 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.146 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 66,465 સોદાઓમાં રૂ.8,529.54 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701.20ના ભાવે ખૂલી, રૂ.0.65 વધી રૂ.700.55 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.202.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.2.50 ઘટી રૂ.203.75 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.186.25 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.40 ઘટી રૂ.218.90 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.531ની તેજી, નેચરલ ગેસમાં નરમાઈ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6,95,072 સોદાઓમાં રૂ.32,688.1 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,968ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,528 અને નીચામાં રૂ.6,962 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.531 વધી રૂ.7,427 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.536 વધી રૂ.7,433 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.278ના ભાવે ખૂલી, રૂ.32.70 ઘટી રૂ.245.80 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 32.2 ઘટી 246.1 બંધ થયો હતો.

કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલા, બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.74.15 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,300 અને નીચામાં રૂ.58,280 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.40 ઘટી રૂ.58,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.34.20 ઘટી રૂ.887.10 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,14,767 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 4,43,434 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.30,374.07 કરોડનાં 51,176.858 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.43,100.75 કરોડનાં 6,034.136 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.12,731.26 કરોડનાં 1,76,41,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.19,956.84 કરોડનાં 75,51,41,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.836.54 કરોડનાં 41,143 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.271.64 કરોડનાં 14,597 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,527.22 કરોડનાં 78,805 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.1,894.14 કરોડનાં 86,242 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.14.13 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.60.02 કરોડનાં 661.32 ટનનાં કામકાજ થયાં હતાં.