મુંબઈ, 23 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14 થી 20 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 56,70,479 સોદાઓમાં કુલ રૂ.4,89,034.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,118.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.397713.8 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,68,883 સોદાઓમાં રૂ.55,224.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,264ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,984 અને નીચામાં રૂ.58,939ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.313 વધી રૂ.59,552ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.117 વધી રૂ.48,030 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,914ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.274 વધી રૂ.59,459ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાના વાયદાના ભાવમાં રૂ.313 અને ચાંદીમાં રૂ.123નો સુધારો

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,480ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,674 અને નીચામાં રૂ.75,017ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.123 વધી રૂ.75,449ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.202 વધી રૂ.75,298 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.215 વધી રૂ.75,284 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 96,016 સોદાઓમાં રૂ.11,134.52 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.739.55ના ભાવે ખૂલી, રૂ.9.85 ઘટી રૂ.729.95 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.80 ઘટી રૂ.196.10 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.6.60 ઘટી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.5.55 ઘટી રૂ.196.30 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.182.00 જસત-મિની જુલાઈ વાયદો રૂ.6.20 ઘટી રૂ.213.30 બંધ થયો હતો.

ક્રૂડ તેલ, મેન્થા તેલમાં નરમાઈઃ નેચરલ ગેસમાં વૃદ્ધિ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,36,322 સોદાઓમાં રૂ.24,673.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,309ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,334 અને નીચામાં રૂ.6,073ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.46 ઘટી રૂ.6,211 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.41 ઘટી રૂ.6,210 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.210ના ભાવે ખૂલી, રૂ.15.00 વધી રૂ.225.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 14.4 વધી 225.7 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.202 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.85.69 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,440ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,640 અને નીચામાં રૂ.56,440ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,880 વધી રૂ.58,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.60 ઘટી રૂ.872.60 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.91,118 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.397713 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.22,797.03 કરોડનાં 38,277.667 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.32,427.73 કરોડનાં 4,271.931 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,498.94 કરોડનાં 1,69,39,420 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,174.49 કરોડનાં 65,83,21,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,229.72 કરોડનાં 61,844 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.217.22 કરોડનાં 11,895 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,744.72 કરોડનાં 92,545 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,942.86 કરોડનાં 1,36,998 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.39.34 કરોડનાં 6,816 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.46.35 કરોડનાં 519.84 ટનનાં કામકાજ થયાં હતાં.