MCX WEEKLY REVIEW: સોનામાં રૂ.196 સુધર્યા, ચાંદી રૂ.1225 ગબડી
મુંબઈ, 6 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 જુલાઈ થી 3 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 62,52,158 સોદાઓમાં કુલ રૂ.5,24,588.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,341.95 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 410010.6 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,76,358 સોદાઓમાં રૂ.73,553.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,091ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,855 અને નીચામાં રૂ.58,851 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.196 વધી રૂ.59,146ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.113 વધી રૂ.48,009 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.5,900ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.200 વધી રૂ.59,078ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.73,753ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,500 અને નીચામાં રૂ.71,968 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,225 ઘટી રૂ.72,522 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,087 ઘટી રૂ.72,581 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,090 ઘટી રૂ.72,577 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.236 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,20,185 સોદાઓમાં રૂ.13,383.54 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.736.25ના ભાવે ખૂલી, રૂ.11.05 વધી રૂ.746.25 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.45 વધી રૂ.201.70 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.45 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.3.25 વધી રૂ.201.70 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.184.60 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.5.25 વધી રૂ.223.40 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં વૃદ્ધિ, મેન્થા તેલ નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,85,509 સોદાઓમાં રૂ.27,315.78 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,567ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,784 અને નીચામાં રૂ.6,507 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.199 વધી રૂ.6,761 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.190 વધી રૂ.6,752 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ.1.50 વધી રૂ.213.70 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 1.4 વધી 214 બંધ થયો હતો.
કોટન-ખાંડી વાયદો સુધર્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.88.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,400 અને નીચામાં રૂ.58,300 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.60 વધી રૂ.58,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.60 ઘટી રૂ.872.10 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,14,342 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 410010.6 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.28,609.58 કરોડનાં 48,044.168 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.44,944.26 કરોડનાં 6,079.962 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,001.76 કરોડનાં 19,523,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,314.02 કરોડનાં 668,699,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,548.11 કરોડનાં 76,937 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.275.44 કરોડનાં 14,959 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,435.89 કરોડનાં 100,040 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,124.10 કરોડનાં 184,374 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.48.05 કરોડનાં 8,160 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.40.74 કરોડનાં 464.04 ટનનાં કામકાજ થયાં હતાં.