MCX WEEKLY REVIEW: સોનું રૂ.432 ઊછળ્યુ, ચાંદી રૂ.552 નરમ
મુંબઈ, 18 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 14 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,08,76,714 સોદાઓમાં કુલ રૂ.10,66,331.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.98,937.23 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 967365.34 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,24,972 સોદાઓમાં રૂ.58,653.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.69,470ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,020 અને નીચામાં રૂ.69,470ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.432ના ઉછાળા સાથે રૂ.70,136ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.56,574 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.6,888ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.478ની તેજી સાથે રૂ.69,874ના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.98,936 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9,67,365 કરોડનું ટર્નઓવર
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.80,684ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,766 અને નીચામાં રૂ.79,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.552ની નરમાઈ સાથે રૂ.80,061ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.534 ઘટી રૂ.80,116 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.518 ઘટી રૂ.80,125 બંધ થયો હતો.
મેન્થા તેલ ઢીલુઃ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 98,121 સોદાઓમાં રૂ.13,418.01 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.779.90ના ભાવે ખૂલી, રૂ.11 વધી રૂ.785.15 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.216.35 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.75 વધી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.3.30 વધી રૂ.217.25 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.186.75 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.5.90 વધી રૂ.257.25 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.65ની વૃદ્ધિ, કોટન-ખાંડીના વાયદામાં રૂ.690ની તેજી
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,97,866 સોદાઓમાં રૂ.26,822.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,420ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,736 અને નીચામાં રૂ.6,376ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.65 વધી રૂ.6,487 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.69 વધી રૂ.6,487 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.7.40 વધી રૂ.187 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 7.5 વધી 187.2 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.43.89 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,400 અને નીચામાં રૂ.56,300ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.690ની તેજી સાથે રૂ.57,130ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.976 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,133.49 કરોડનાં 34,318.810 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,519.81 કરોડનાં 4,236.179 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,501.09 કરોડનાં 16,014,950 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,320.94 કરોડનાં 878,748,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,171.51 કરોડનાં 54,187 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.389.23 કરોડનાં 20,877 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,872.89 કરોડનાં 112,943 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,984.38 કરોડનાં 115,918 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.96 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.37.93 કરોડનાં 386.64 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)