MF Guide: ટીપે ટીપે સરોવર ભરાય અને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અપનાવો તો તિજોરી ભરાય
મર્યાદિત કમાણી, સોળ સાંધે ત્યાં તેરતૂટે તેવી આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારીના માર વચ્ચે જીવતા સામાન્ય માણસ માટે તિજોરી ભરીને રૂપિયા ભેગા કરવાનું મુશ્કેલ નહિં અશક્ય જ હોય છે.પરંતુ જો તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) રૂટ અપનાવી દર મહિને, વર્ષે સતત ચોક્કસ રોકાણ ચાલુ રાખે તો તિજોરી ભરાય તેટલાં રૂપિયા જમા થઇ શકે છે. આપણે અહીંયા એવી ટ્રિકની ચર્ચા કરીશું કે જેનો અમલ કરવાથી 15 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ભંડાર ભરી શકાય.
એસઆઈપી
જેમની પાસે એક જ વારમાં રોકાણ કરવા માટે મોટી રકમ નથી તેઓએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પસંદ કરવો જોઈએ. લાંબા ગાળાના રોકાણકારોએ તેમના મ્યુચ્યુઅલ ફંડ SIP પર 12 ટકા વાર્ષિક વળતરની અપેક્ષા રાખી શકાય છે. 15 વર્ષમાં 5 કરોડ રૂપિયા એકઠા કરવા માટે, રોકાણકારોએ તેમની વાર્ષિક કમાણી વધે તેમ તેમ વાર્ષિક ધોરણે SIP વધારતા જવાની રહે છે.
સ્ટેપ-અપ SIP નો ઉપયોગ
15 વર્ષમાં રૂ. 5 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમારી SIPમાં વાર્ષિક 15 ટકાનો વધારો કરવાની જરૂર છે. સ્ટેપ-અપ એસઆઈપી કેલ્ક્યુલેટર અનુસાર 5 કરોડ રુપિયા મેળવવા માટે 15 વર્ષના સમયગાળા માટે દર મહિને રૂ. 41,500ની એસઆઈપીની જરૂર પડશે. તમે આ મૂડીરોકાણના વર્ષો દરમિયાન સરેરાશ 12 ટકા વળતર મેળવી શકો છો.
દર વર્ષે તમારી SIPમાં 15% વધારો કરતાં રહો
આ રીતે સમજી શકાય છે કે જો 2022માં તમારી SIP 41,500 રૂપિયા પ્રતિ મહિને છે તો 2023માં તે 47,725 રૂપિયા અને આવતા વર્ષે તે 54,883 રૂપિયા હોવી જોઈએ. તમારે આ ક્રમમાં આગળ વધવું પડશે.
12 ટકા સરેરાશ વળતર 15 વર્ષ માટે માસિક SIP પર 12 ટકા વાર્ષિક વળતર ધારણ કરીને અને SIPમાં વાર્ષિક 15 ટકા રકમ વધારતા, SIP રિટર્ન કેલ્ક્યુલેટર મુજબ, તમારે 41,500 રૂપિયાથી શરૂઆત કરવી પડશે. 15 વર્ષના અંતે, તમને તમારા હાથમાં 5,01,20,99 અથવા લગભગ 1કરોડની મેચ્યોરિટી રકમ મળશે.
( સ્પષ્ટતાઃ અહીં કોઈપણ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી નથી. અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, યોજનાના તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. યોજનાઓની NAV વધઘટ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડની ભૂતકાળની કામગીરી યોજનાઓના ભાવિ પ્રદર્શનને પ્રતિબિંબિત કરે તે જરૂરી નથી. મ્યુચ્યુઅલ ફંડ કોઈપણ યોજનાઓ હેઠળ કોઈપણ ડિવિડન્ડની બાંયધરી આપતું નથી અને તે વિતરણપાત્ર સરપ્લસની ઉપલબ્ધતા અને પર્યાપ્તતાને આધીન છે. રોકાણકારોને પ્રોસ્પેક્ટસની કાળજીપૂર્વક સમીક્ષા કરવા અને સ્કીમમાં રોકાણ/ભાગ લેવાના ચોક્કસ કાયદાકીય, કર અને નાણાકીય અસરો અંગે નિષ્ણાત વ્યાવસાયિક સલાહ લેવાની વિનંતી કરવામાં આવે છે.)