પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ, વેપારમાં વિશ્વાસ રાખે છે
86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે | લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે |
70% બિઝનેસલીડર્સ માને છે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ પર્યાવરણીય મુદ્દા માટે અસરકારક છે | વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે. |
લંડન, 11 નવેમ્બર: વધતા ભૌગોલિક રાજકીય તણાવ, વૈશ્વિક ઊર્જા કટોકટી, સપ્લાય-ચેઈનના મુદ્દાઓ અને વિદેશી રોકાણમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિકરણની ભાવિ ભૂમિકા અંગે શંકા વધી છે. ચિંતાઓ હોવા છતાં, 88% બિઝનેસ લીડર્સ એ બાબતે સંમત છે કે વેપાર, મૂડી, ટેકનોલોજી, પ્રતિભા અને ટકાઉપણુંના પાંચ પાયાના આધારસ્તંભોમાં વૈશ્વિકરણ સફળ થઈ રહ્યું છે. આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવામાં વેપારની ભૂમિકાને સૌથી વધુ સમર્થન મળ્યું છે – 86% લીડર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારથી વધુ ટકાઉ વિકાસ થઈ શકે છે અને 83% માને છે કે વૈશ્વિકીકરણ સપ્લાય ચેઇનને વધુ સ્થિતિસ્થાપક બનાવવામાં મદદ કરે છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું નવું વ્હાઇટ પેપર રીસેટિંગ ગ્લોબલાઈઝેશન: કેટાલિસ્ટ્સ ફોર ચેન્જ (https://www.sc.com/en/about/our-long-term-ambition/resetting-globalisation/) મૂડી, વેપાર, ટેક્નોલોજી, પ્રતિભા અને સંસ્કૃતિની હિલચાલ અને ટકાઉપણું પરની અસર અંગે 3,000 કરતાં વધુ ગ્લોબલ બિઝનેસ લીડર્સનું સેન્ટિમેન્ટ દર્શાવે છે. બ્લૂમબર્ગ મીડિયા સ્ટુડિયો સાથેની ભાગીદારીમાં, આ સંશોધને વૈશ્વિકીકરણના ચાલક બળોને સમજવા અને એકંદર સેન્ટિમેન્ટનું મૂલ્યાંકન કરવા આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકાના 20 બજારોમાં બિઝનેસ લીડર્સનું સર્વેક્ષણ કર્યું હતું.
70% લીડર્સ વૈશ્વિક ગવર્નન્સ મિકેનિઝમ્સની અસરકારકતા વિશે સકારાત્મક હતા, માત્ર 56% માને છે કે આબોહવા પરિવર્તનના ઉકેલો માટે વૈશ્વિક પ્રયત્નોની જરૂર છે. ઉત્તરદાતાઓએ વેપારને લો-કાર્બન ટેક્નોલોજીને અપનાવવાની સાથે સાથે કૌશલ્ય અને જ્ઞાનના સ્થાનાંતરણને વેગ આપવાના માર્ગ તરીકે ઓળખાવ્યો. લીડર્સ એ પણ ઓળખે છે કે નેટ-ઝીરો ભવિષ્યમાં સંક્રમણને વેગ આપવાની જરૂર છે.
ઉત્તરદાતાઓએ મૂડીના ત્રણ મુખ્ય પાસાંના મહત્વ પર ભાર મૂક્યો હતો – લગભગ તમામ ઉત્તરદાતાઓ (95%) માનતા હતા કે મૂડી સમગ્ર વિશ્વમાં મુક્તપણે વહેવા માટે સક્ષમ હોવી જોઈએ, અને લીડર્સ નાણાંકીય બજારો વિકસિત અને વિકાસશીલ બજારો માટે જે લાભો લાવે છે તથા તે વિદેશી રોકાણ લાવવા માટે પ્રયત્નશીલ સરકારોની જરૂરિયાત પર સંમત થયા હતા.
75% લીડર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ડેટાના મુક્ત પ્રવાહનું હકારાત્મક પરિણામ આવ્યું છે. નેતાઓએ ફાઇનાન્સનું ડિજિટલ ભવિષ્ય દરેક માટે સલામત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે પણ હાકલ કરી હતી અને જ્યારે પ્રતિભા અને સંસ્કૃતિને સંબોધવામાં આવે છે ત્યારે 74% બિઝનેસ લીડર્સ સંમત થાય છે કે વ્યવસાયો માટે વિશ્વમાં ગમે ત્યાંથી પ્રતિભાને નોકરીએ રાખવામાં સક્ષમ થવું સારી બાબત છે.
બજારના પરિપ્રેક્ષ્યમાંથી સમાવિષ્ટ તારણોમાં નીચેની બાબતો સામેલ છે
અન્ય બજારોની સરખામણીમાં, ચીનમાં બિઝનેસ લીડર્સ પૈસા અન્ય સ્થળે લઈ જવા અંગેના પડકારોને ઉકેલવામાં ડિજિટલ એસેટ્સની ભૂમિકા પર સૌથી વધુ હકારાત્મક હતા. | ભારતમાં બિઝનેસ લીડર્સ અન્ય સ્તંભો કરતાં વેપારની ભૂમિકા વિશે વધુ હકારાત્મક હતા, અને મોટાભાગે એવું કહેશે કે વૈશ્વિક વેપારથી વધુ ટકાઉ વિકાસ થઈ શકે છે. | યુકેના બિઝનેસ લીડર્સમાં એવું કહેવાની સૌથી વધુ સંભાવના હતી કે તેઓ જ્યાં રહે છે ત્યાં વૈશ્વિક સેવાઓએ નોંધપાત્ર તકો ઊભી કરી છે. |
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સે જણાવ્યું હતું કે, “વૈશ્વિકીકરણને ફરીથી સેટ કરવાની જરૂર છે અને આગામી ચેપ્ટર વધુ ન્યાયી, વધુ સમાવિષ્ટ અને વધુ ટકાઉ હોવું જોઈએ. જટિલ મુદ્દાઓ હોવા છતાં, બિઝનેસ લીડર્સ વધુ સ્થિતિસ્થાપક અને સમાવેશી વેપાર, વધતા બજારોમાં ભંડોળના અંતરને પૂરવા માટે વધુ મૂડીનો પ્રવાહ અને વધુ લોકોને તકનીકી પ્રગતિનો લાભ મળે તે માટે વૈશ્વિકરણની તરફેણમાં જબરજસ્ત મત ધરાવે છે. મહત્વનું એ છે કે આપણે આપણા સામૂહિક સ્થિરતા લક્ષ્યોને હાંસલ કરવા અને સતત આર્થિક વિકાસની ખાતરી કરવા માટે ન્યાયી સંક્રમણને સક્ષમ કરવાની જરૂર છે. અમારા સહિયારા પડકારોના ઉકેલો માત્ર સહયોગ અને જોડાણમાં જ મળી શકે છે, વિભાજન અને અલગતામાં નહીં.”