MSME ક્રેડિટ ડિમાન્ડ સપ્ટેમ્બર-22 ક્વાર્ટરમાં 1.29 ગણી વધી
નવી લોન લોન લેનારા એમએસએમઇની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ
મુંબઈ, 23માર્ચ: ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનમાંથી જાણવા મળ્યું છે કે ધિરાણકર્તાઓ સ્થિતિસ્થાપક MSMEને સમયસર ધિરાણ પૂરું પાડવામાં સક્ષમ હોવાથી, આ ક્ષેત્ર ઝડપી વૃદ્ધિના માર્ગ પર છે. ધિરાણકર્તાના આત્મવિશ્વાસમાં સુધારાને કારણે માઇક્રો સેગમેન્ટમાં બેન્ચમાર્ક ક્રેડિટ ગ્રોથ થયો હોવાનું પણ અહેવાલ દર્શાવે છે. MSMEના ઔપચારિકકરણ અને ધિરાણકર્તાઓ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવા જેવા પગલાંના લીધે તેમને એન્ટરપ્રાઈઝ અંગેના વિસ્તૃત ડેટાને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવ્યા છે અને ખાસ કરીને એમેસએમઈના માઈક્રો સેગમેન્ટને ધિરાણ માટેના તેમના આત્મવિશ્વાસમાં સુધારો કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વ્યાપારીક પ્રવૃત્તિ માટેની ક્રેડિટ ડિમાન્ડ સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 1.29 ગણી વધી હતી.તેની સામે હતી, જ્યારે 24 ટકા વૃદ્ધિ સાથે ક્રેડિટ સપ્લાય સ્થિર રહ્યો હતો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વાર્ષિક ધોરણે અનુક્રમે 54%, 23% અને 8% ના દરે વિતરણમાં વૃદ્ધિ પામ્યા છે.
એકંદરે, સપ્ટેમ્બર 2022 સુધીમાં MSME ક્રેડિટ એક્સપોઝર રૂ. 22.9 લાખ કરોડ રહ્યું હતું, જે 10.6%નો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. ક્રેડિટ એક્સપોઝરનું વિવિધ બેંકના પ્રકાર મુજબ વ્યાપક વિશ્લેષણ જોઈએ તો જાહેર ક્ષેત્રની બેંકો રૂ. 7.9 લાખ કરોડ, ખાનગી બેંકો રૂ. 10.1 લાખ કરોડ અને નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) રૂ. 3.1 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે. કુલ ~77 લાખ લાઈવ MSME લોન લેનારાઓની સંખ્યા વાર્ષિક 11%ના દરે વધી રહી છે. MSME ક્રેડિટ બુકમાં સ્મોલ સેગમેન્ટ એન્ટરપ્રાઇઝીસ સૌથી વધુ રૂ. 9.5 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે, જ્યારે સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો અનુક્રમે રૂ. 5.8 લાખ કરોડ અને રૂ. 7.6 લાખ કરોડ ધરાવે છે.
નહિં ચૂકવાયેલા ધિરણમાં ટોચના દસ રાજ્યોનો હિસ્સો 72 ટકા, ગુજરાતમાં 15 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર
MSME ધિરાણ વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યોમાં કેન્દ્રિત રહ્યું છે. વર્તમાનમાં ન ચૂકવાયેલા MSME ધિરાણ બેલેન્સ પર આધારિત ટોચના દસ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ ટોચના દસ રાજ્યો સપ્ટેમ્બર 2022 સુધીમાં MSME બાકી બેલેન્સનો 72% હિસ્સો ધરાવતા હતા. આ દસ રાજ્યોમાંથી, ગુજરાત અને હરિયાણામાં અનુક્રમે સૌથી વધુ 15% અને 14% વૃદ્ધિ દર નોંધાયો છે. બીજી તરફ, રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી ઓછો ડિલિન્ક્વન્સી રેટ (સમયસર લોન ન ચૂકવવાનો દર) અનુક્રમે 1.8% અને 1.85% જેટલો હતો.
MSME પલ્સની આ એડિશનના તારણો પર ટિપ્પણી કરતાં સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિવસુબ્રમણ્યમ રામને કહ્યું કે અમે ધિરાણ ઉદ્યોગને MSME માટે સમયસર ધિરાણની તકો પૂરી પાડીને આ વધતી માંગને યોગ્ય રીતે ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરીશું.
ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજેશ કુમારે જણાવ્યું હતું કે, MSME સેક્ટરમાંથી ધિરાણની માંગ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે અને ક્રેડિટ ઉદ્યોગ દ્વારા પુરવઠો સ્થિર છે જ્યારે લોન ન ચૂકવવાના અપરાધોમાં ઘટાડો થયો છે.
MSME પલ્સ લેન્સ થકી ભારતના MSME ક્રેડિટની સ્થિતિ પર એક નજર
માંગ (કોમર્શિયલ ક્રેડિટ ઈન્ક્વાયરી વોલ્યુમ્સ) | ||
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં | નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં | વાર્ષિક વૃદ્ધિ (ટકામાં) |
ઈન્ડેક્સેડ ટુઃ 100 | 129.7 | 29.7% |
પુરવઠો (MSME લોન વિતરણનો આંકડો – રૂ. લાખ કરોડમાં) | ||
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં | નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં | વાર્ષિક વૃદ્ધિ (ટકામાં) |
1.74 | 2.16 | 24.1% |
વૃદ્ધિ (બેલેન્સ શીટ – MSME ક્રેડિટ એક્સ્પોઝર – રૂ. લાખ કરોડમાં) | ||
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં | નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં | વાર્ષિક વૃદ્ધિ (ટકામાં) |
20.7 | 22.9 | 10.6% |
કામગીરી (લોન ન ચૂકવવાના અપરાધનો દર) | ||
લોન ન ચૂકવવાના અપરાધના દરની નવી વ્યાખ્યા* | ||
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં | નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં | વાર્ષિક વૃદ્ધિ (ટકામાં) |
4.4% | 3.0% | -31.8% |
એનપીએ દર# | ||
નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં | નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં | વાર્ષિક વૃદ્ધિ (ટકામાં) |
13.9% | 12.5% | -10.1% |
* MSME પોર્ટફોલિયોમાં છેલ્લા 720 દિવસ પછીના બાકી (DPD)/નુકશાન/શંકાસ્પદ કેટેગરીના રૂ. 2.4 લાખ કરોડના ડિફોલ્ટ કેસોનો સમાવેશ થતો નથી. MSME પલ્સની આ એડિશન સાથે, 90+ DPD માટે એક નવી વ્યાખ્યા રજૂ કરવામાં આવી રહી છે, જે 720 દિવસથી વધુ સમયના DPD સાથેના વારસાના ખાતાને બાકાત રાખે છે અથવા ખોટ/શંકાસ્પદ તરીકે નોંધાયેલા છે. # નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) દર 90+ DPD થી અનંત છે.